પિતૃ પક્ષના શુક્રવારે કરી લો આ એક કામ, દરેક આર્થિક સમસ્યાનું મળી જશે સમાધાન !

|

Sep 22, 2022 | 6:12 AM

પિતૃપક્ષ (Pitru paksh ) દરમ્યાન નોકરી ધંધાના સ્થળ પર જો આપ માતા લક્ષ્મીની બંન્ને બાજું હાથી હોય તેવા ચિત્ર કે છબીની સ્થાપના કરશો અને માતાજીને નિત્ય ગુલાબનું પુષ્પ અર્પણ કરશો તો આપની ધન સંબંધિત કામનાઓ પૂર્ણ થશે. આપની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

પિતૃ પક્ષના શુક્રવારે કરી લો આ એક કામ, દરેક આર્થિક સમસ્યાનું મળી જશે સમાધાન !
Goddess lakshmi (symbolic image)

Follow us on

આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધનું (Shraddh) ખૂબ મહત્વ છે. પિતૃ પક્ષના (Pitru paksh) આ દિવસો વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ કરવનારા મનાય છે. કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ (Shradha karma) કરવાથી પિતૃઓને તૃપ્તતા પ્રાપ્ત થાય છે અને સાથે જ વ્યક્તિ પર તેના પૂર્વજોના આશીર્વાદ (Blessings) પણ વરસે છે. પણ શું તમને ખબર છે શ્રાદ્ધ પક્ષ તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ અપાવે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપના જીવનના આર્થિક પ્રશ્નોને દૂર કરી શકે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપને કરાવી શકે છે અખૂટ ધનની પ્રાપ્તિ ? માન્યતા અનુસાર શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવતી દેવી લક્ષ્મીની પૂજાથી પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા અવિરત વરસતી જ રહે છે.

આવતીકાલે શુક્રવાર છે. અને આ શુક્રવાર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. ત્યારે પિતૃપક્ષ દરમિયાનના આ શુક્રવારે તમે ખાસ વિધિ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિધિ જાણીએ.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની વિધિ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

⦁ સૌથી પહેલાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરો જેમાં માતા લક્ષ્મીના હાથમાંથી ધનની વર્ષા થઈ રહી હોય.

⦁ માતા લક્ષ્મી સન્મુખ ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરો.

⦁ માતા લક્ષ્મીને ચંદનનું અત્તર અર્પણ કરો.

⦁ એક માન્યતા અનુસાર આ પ્રક્રિયા દિવાળીના દિવસ સુધી નિયમિત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

⦁ એવું માનવામાં આવે છે કે આ પૂજનની સાથે જો ચાંદીના સિક્કાનું પૂજન કરીને તે સિક્કાને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ઘરની તિજોરી ક્યારેય ખાલી ન થતી હોવાની માન્યતા છે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થતાં હોવાની માન્યતા છે.

⦁ નોકરી ધંધાના સ્થળ પર જો આપ માતા લક્ષ્મીનું પૂજન કરવા ઈચ્છો છો અને કામમાં વૃદ્ધિ ઈચ્છો છો તો માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરવી જોઈએ કે જેમાં માતા લક્ષ્મીની બંન્ને બાજું હાથી હોય.

⦁ કાર્યના સ્થળ પર માતાજીના પૂજનની વખતે તેમને એક તાજું ગુલાબ અર્પણ કરવું જોઈએ. એ ગુલાબ આપ આપના કામના સ્થળ પર કોઈ તિજોરી હોય તો તેમાં રાખી શકો છો.

⦁ પ્રમોશનની કામના કરનારા લોકો એ શ્રાદ્ધ પક્ષ દરમિયાન લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવી જોઈએ. અને નિયમિત માતા લક્ષ્મીને ગુલાબી અને ગણેશજીને પીળા રંગનુ પુષ્પ અર્પણ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને અષ્ટગંઘ પણ અર્પણ કરવાં.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article