Vastu Tips 2023 : વર્ષ 2023માં કરો આ સરળ વાસ્તુ ઉપાય, વર્ષભર રહેશે સુખ-સમૃદ્ધિ

|

Dec 18, 2022 | 1:17 PM

Vastu Tips 2023: નવા વર્ષ પર આ વાસ્તુ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વર્ષની શરૂઆત પહેલા કયા વાસ્તુ ઉપાયો કરવા જોઈએ, જેથી આવનારું નવું વર્ષ ખૂબ જ શુભ સાબિત થાય.

Vastu Tips 2023 : વર્ષ 2023માં કરો આ સરળ વાસ્તુ ઉપાય, વર્ષભર રહેશે સુખ-સમૃદ્ધિ
Vastu Tips

Follow us on

Vastu Tips 2023: નવું વર્ષ આવનાર છે. નવા વર્ષ તરફથી લોકોને ઘણી આશા અને અપેક્ષાઓ છે. જે લોકોને આ વર્ષે પરેશાની અને તકલીફોનો સામનો કરવો પડ્યો છે, તેવા લોકો નવા વર્ષ તરફ આશાની મીટ માંડી બેઠા છે. જો તમે પણ ઇચ્છતા હોય કે નવું વર્ષ શાનદાર રહે તો આજે અમે વાસ્તુ સંબંધીત કેટલીક ટીપ્સ આપવા જઇ રહ્યા છીએ. નવા વર્ષ પર આ વાસ્તુ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વર્ષની શરૂઆત પહેલા કયા વાસ્તુ ઉપાયો કરવા જોઈએ, જેથી આવનારું નવું વર્ષ ખૂબ જ શુભ સાબિત થાય.

વર્ષની શરૂઆત પહેલા આ વસ્તુ ઘરે લગાવો

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા અને જીવનના કોઈપણ મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરતા પહેલા ભગવાન ગણેશની ચોક્કસપણે પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તેઓ ઝડપથી તમામ પ્રકારના અવરોધોનો અંત લાવે છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ કે ચિત્ર લગાવો. આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવો. એવી માન્યતા છે કે જે ઘરના પ્રવેશદ્વાર પર ઘોડાની નાળ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને ઘોડાની નાળ મુકવાથી આખું વર્ષ સૌભાગ્ય, શુભ, પ્રગતિ, સન્માન અને ધનનો વાસ રહે છે.

વ્યવસાયમાં વર્ષભર વૃદ્ધિ માટે

જે લોકો કોઈપણ વ્યવસાય કરે છે, તેમના માટે નવું વર્ષ ખાસ કરીને સારું રહે અને તેમને મોટો નફો મળે, તો તમારા વ્યવસાય સ્થાન પર મા લક્ષ્મીની તસવીર રાખો. ધાર્મિક દ્રષ્ટીએ મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો ધનલાભ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બામ્બુ ટ્રી

ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં બામ્બુ ટ્રીને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે. બામ્બુ ટ્રીમાં નકારાત્મક ઉર્જા શોષવાની ક્ષમતા હોય છે. એવી માન્યતા છે કે જે ઘરોમાં વાંસનો છોડ હોય ત્યાં વાસ્તુ દોષ નથી હોતો. તમારા ડ્રોઇંગ રૂમ અને રસોડામાં બામ્બુ ટ્રીનો એક પોટ રાખો. આ ઉપાય કરવાથી આખું વર્ષ ઘરમાં શાંતિ અને ધન બની રહે છે.

વિન્ડ ચાઇમ

વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વિન્ડ ચાઈમ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. નાની ઘંટડીઓ વિન્ડ ચાઈમ્સમાં બંધાયેલી હોય છે અને પવનના ફણકા સાથે સતત અવાજ કરતી રહે છે. વિન્ડ ચાઇમનો અવાજ નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશવા દેતો નથી. તમે ઘરના મુખ્ય દરવાજા, બાલ્કની અને બારીઓ પર વિન્ડ ચાઇમ લટકાવી શકો છો. આવી સ્થિતિમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે.

લાફિંગ બુદ્ધા

ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, વર્ષ 2023ને સારું બનાવવા માટે, લાફિંગ બુદ્ધાને ઘરના મુખ્ય રૂમમાં દરવાજાની સામે રાખો. વાસ્તુમાં લાફિંગ બુદ્ધાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તે નાણાકીય અવરોધો દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે.

એક્વેરિયમ

માછલીઓને શુભ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને શુભ અને અદ્ભુત બનાવવા માટે ઘરમાં ફિશ એક્વેરિયમ અથવા ફિશ બાઉલ રાખો. માછલીઓ પહેલાથી જ ઘરમાં આવતી સંકટને પોતાના પર લઈ લે છે. જે ઘરોમાં એક્વેરિયમ હોય ત્યાં હંમેશા સમૃદ્ધિ અને ખુશીઓ રહે છે.

Published On - 1:15 pm, Sun, 18 December 22

Next Article