દિવાળી 2023: લક્ષ્મી માતાજીનું આ સ્થળે છે ખાસ મંદિર, ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો, જુઓ વીડિયો

|

Nov 11, 2023 | 1:03 PM

જાણવા મળતી માહિતિ પ્રમાણે સ્થાનિક રહેનારા એક વ્યક્તિને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વરલીના સુમદ્ર કિનારે તેમની પ્રતિમા છે અને તેની સ્થાપના કરીને દરિયા કિનાકે તેમનું મંદિર બનાવવામાં આવે જેનાથી તેમની સમસ્યા દુર થઈ જશે. માતાજીના સ્વપ્નના આધારે તે વ્યક્તિએ મંદિર ઉભુ કર્યું અને દિવાલ પણ ઉભી થઈ ગઈ હતી. 

દિવાળી 2023: લક્ષ્મી માતાજીનું આ સ્થળે છે ખાસ મંદિર, ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો, જુઓ વીડિયો
Temple of Lakshmi Mataji Mumbai (File)

Follow us on

ધનતેરસના દિવસે તો માતા લક્ષ્મીજીનું પૂજન અને દર્શન માટે ભક્તો ભીડ લગાડતા જ હોય છે પરંતુ મહારાષ્ટ્રમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં દિવાળીના દિવસે પણ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા આ મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમા છે અને તેના જ દર્શન કરવા માટે દુરદુરથી લોકો ઉમટી પડે છે.

મુંબઈમાં આવેલા આ મંદિરમાં દર્શન કર્યા વગર ભાગ્યેજ કોઈ પ્રવાસી જતા હશે. માતાજીનું આ મંદિર સુંદર હોવા સાથે આકર્ષક પણ છે અને લાખોની સંખ્યામાં લોકો અહિં દર્શન કરવા માટે ઉમટી પડે છે. માતા લક્ષ્મીજીના દર્શન માટે આવતા ભક્તો ક્યારેય ખાલી હાથે પરત નથી ફરતા એમ માન્યતા પ્રવર્તે છે. આ જ માન્યતા સાથે ભળતી આસ્થા અને શ્રદ્ધાને લઈ મંદિરમાં ભક્તોની ભીડ લાગેલી જ રહે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ

આ મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા મુંબઈ શહેરમાં વરલી અને મલાબાર હિલને એક પુલ દ્વારા જોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ પુલ બનાવવા માટે હજારો કારીગરો કામ કરી રહ્યા હતા પરંતુ દિવાલ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. દિવાલ બનાવવા માટે મજૂરો ઘણા દિવસો સુધી કામ કરતા રહ્યા, પરંતુ દિવાલ ન બની શકી અને આખરે તેમણે કામ છોડી દેવું પડ્યું હતું.

દેવી લક્ષ્મી એક વ્યક્તિના સ્વપ્નમાં દેખાયા

જાણવા મળતી માહિતિ પ્રમાણે સ્થાનિક રહેનારા એક વ્યક્તિને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વરલીના સુમદ્ર કિનારે તેમની પ્રતિમા છે અને તેની સ્થાપના કરીને દરિયા કિનાકે તેમનું મંદિર બનાવવામાં આવે જેનાથી તેમની સમસ્યા દુર થઈ જશે. માતાજીના સ્વપ્નના આધારે તે વ્યક્તિએ મંદિર ઉભુ કર્યું અને દિવાલ પણ ઉભી થઈ ગઈ હતી.

મંદિરમાં ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમા

મંદિરના ગર્ભગૃહમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીની મૂર્તિઓ એકસાથે બિરાજમાન છે. આ ત્રણેય મૂર્તિઓને સુંદર આભૂષણો અને મોતીથી શણગારવામાં આવી છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય દ્વાર પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓની આકર્ષક પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

Next Article