આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?
મેષ રાશિ: કાર્યક્ષેત્રમાં ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે. નોકરી-વેપારમાં અનુકૂળ પરિણામો મળશે અને પરિવાર સાથે ખુશીનો સમય વીતશે.
વૃષભ રાશિ: આર્થિક રીતે દિવસ લાભદાયી રહેશે અને નોકરી-વેપારમાં પ્રગતિના યોગ બનશે. પરિવારનો સહયોગ મળશે અને વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
મિથુન રાશિ: કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ છતાં બુદ્ધિમત્તાથી કાર્યો પૂર્ણ થશે. ઘરમાં શુભ પ્રસંગ થઈ શકે છે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
કર્ક રાશિ: કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, ઓફિસમાં સહકાર મળશે અને વેપાર સામાન્ય રહેશે. વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી, તેમજ યોગ-ધ્યાન કરવું.
સિંહ રાશિ: આત્મવિશ્વાસ વધશે, નોકરીમાં પ્રશંસા અને માન-સન્માન પ્રાપ્ત થશે. વેપારની યોજનાઓ સફળ થશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
કન્યા રાશિ: ખર્ચ પર નિયંત્રણ રાખવું અને પોતાના કામ પર પૂરું ધ્યાન આપવું. પારિવારિક વિવાદ ઉકેલાશે તથા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
તુલા રાશિ: આવકના નવા સ્ત્રોત અને અટવાયેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થશે અને મન પ્રસન્ન રહેશે.
વૃશ્ચિક રાશિ: ઉત્સાહ જાળવી રાખીને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. નોકરી-વેપારમાં મહેનત મુજબ ઉત્તમ ફળ મળશે.
ધન રાશિ: ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને મોટો આર્થિક ફાયદો થશે. ધાર્મિક સ્થળની મુલાકાત સંભવ છે.
મકર રાશિ: કામનું દબાણ વધારે રહેવાથી ધીરજ રાખવી અને સકારાત્મક રહીને આગળ વધવું. પરિવારમાં પ્રેમ વધશે તથા ઉત્સાહ જળવાઈ રહેશે.
કુંભ રાશિ: સહકર્મીઓના સહયોગથી સફળતા મળશે અને નવા ગ્રાહકો જોડાવાથી આવક વધશે. સંબંધોમાં પ્રેમ વધશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન રાશિ: આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધવું અને નાણાકીય બાબતોમાં યોગ્ય આયોજન કરવું. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
Published On - 8:01 am, Fri, 20 November 26