Chaitra Navaratri 2022: ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલ 2022થી શરૂ થશે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. નવરાત્રી (Navaratri) દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચાલો આ વર્ષે મહાઅષ્ટમી અને રામ નવમીની તારીખ અને મા દુર્ગાના નવ સ્વરૂપોના નામ જાણીએ.
નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ અવતારોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે, પરંતુ ચૈત્ર અને શરદ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 2જી એપ્રિલ 2022થી શરૂ થઈ રહ્યો છે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે.
નવરાત્રિમાં ધાર્મિક વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરીને ભક્તો વિશેષ આશીર્વાદ મેળવે છે. મા દુર્ગાને સુખ અને સમૃદ્ધિ અને સંપત્તિની દેવી માનવામાં આવે છે. નવરાત્રિમાં અનેક બાબતોને લઈને મૂંઝવણ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ મહાઅષ્ટમી અને રામ નવમીની તારીખ.
ચૈત્ર નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમી 9 એપ્રિલ, 2022 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દુર્ગા માતાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીની પૂજા ઘણા ઘરોમાં કરવામાં આવે છે.
રામ નવમી 10 એપ્રિલ, 2022, રવિવારના રોજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉજવવામાં આવશે. આ દિવસે દુર્ગા માતાના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો છોકરીઓને ખવડાવીને ઉપવાસ તોડે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલ 2022થી શરૂ થશે અને 11મી એપ્રિલ 2022ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી આખા નવ દિવસ ઉજવાશે. આ વર્ષે કોઈ તિથિનો ક્ષય થયો નથી.
ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022
ઘટસ્થાપન મુહૂર્ત સવારે 06:10થી 08:31 સુધી
ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી
ઘટસ્થાપન મુહૂર્ત એકમ તિથિથી શરૂ થાય છે
એકમ તિથિ આરંભ- 01 એપ્રિલ, 2022 સવારે 11:53 વાગ્યે
એકમ તિથિ સમાપ્તિ – 02 એપ્રિલ, 2022 સવારે 11:58 વાગ્યે
આ પણ વાંચો: Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર
આ પણ વાંચો: Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!
Published On - 10:49 am, Sat, 5 March 22