Buddha Purnima 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે છે શુભ યોગ, જાણો પૂર્ણિમાનો સમય અને પૂજા વિધિ

વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો.

Buddha Purnima 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે છે શુભ યોગ, જાણો પૂર્ણિમાનો સમય અને પૂજા વિધિ
Buddha Purnima 2021
| Updated on: May 25, 2021 | 10:54 AM

વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા બુધવારે 26 મે, 2021 ના દિવસે છે. બુદ્ધ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમનો આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ઘણા શુભ યોગમાં ઉજવાશે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શિવ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. શિવ યોગ 26 મેના રોજ રાત્રે 10:52 સુધી રહેશે.

બુદ્ધ પૂર્ણિમા કેટલો સમય છે?

બુદ્ધ પૂર્ણિમા 25 મે, મંગળવારના રોજ રાત્રે 08:29 થી પ્રારંભ થશે અને 26 મે બુધવારે સાંજે 04:43 સુધી રહેશે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે કેવી રીતે પૂજા કરવી

1. સૂર્યોદય પહેલાં ઉઠો અને ઘરને સાફ કરો.

2. પાણીમાં ગંગાજળ મિક્ષ કરીને સ્નાન કરો.

3. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

4. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદર અથવા કુમકુમથી સ્વસ્તિક બનાવો અને ગંગાજળનો છંટકાવ કરો.

5. બોધિવૃક્ષ સમક્ષ દીવો પ્રગટાવો અને તેમાં દૂધ અર્પણ કરો.

6. ગરીબોને અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરો.

7. સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો.