આજે જ ઘરે લાવી દો શ્રીવિષ્ણુનું આ રૂપ ! અનેક સમસ્યાથી મળશે મુક્તિ અને પ્રાપ્ત થશે અપાર શક્તિ

માન્યતા અનુસાર જે ઘરમાં કાચબાની મૂર્તિ હોય છે, ત્યાં હવા-પાણીના દરેક પ્રકારના દોષ પૂર્ણ થઈ જાય છે. નકારાત્મક ઊર્જા (negetive energy) ઘરની આસપાસ પણ નથી ફરકતી. કાચબાની મૂર્તિને ઘરની પૂર્વ દિશામાં રાખવાથી નિ:સંતાનપણામાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા પ્રચલિત છે.

આજે જ ઘરે લાવી દો શ્રીવિષ્ણુનું આ રૂપ ! અનેક સમસ્યાથી મળશે મુક્તિ અને પ્રાપ્ત થશે અપાર શક્તિ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 05, 2023 | 8:57 AM

શ્રીહરિ વિષ્ણુના દસ અવતારમાં તેમનો કૂર્મ અવતાર એ દ્વિતીય અવતાર મનાય છે. પ્રચલિત માન્યતા અનુસાર વૈશાખ સુદ પૂર્ણિમાની તિથિએ શ્રીવિષ્ણુના બુદ્ધ અવતારનું આ ધરતી પર પ્રાગટ્ય થયું હતું. તો, તેમના કૂર્મ સ્વરૂપનું પ્રાગટ્ય પણ આ જ તિથિએ થયું હોવાની માન્યતા પ્રચલિત છે.

એ જ કારણ છે કે આ દિવસ એ બુદ્ધ પૂર્ણિમાની સાથે કૂર્મ જયંતીના નામે પણ ખ્યાત છે. કૂર્મ અવતાર અથવા કાચબાનો અવતાર. તેમના આ અવતારમાં શ્રીહરિએ તેમના અદભુત સામર્થ્યનો પરિચય કરાવ્યો હતો. અને એટલે જ તેમના આ રૂપની પૂજા જીવ માત્રના અનેક વિઘ્નોને નાશ કરનારી અને અપાર શક્તિ પ્રદાન કરનારી મનાય છે. આવો, આજે તે જ વિશે વિગતે માહિતી મેળવીએ.

કૂર્મ અવતાર

પ્રભુનું કૂર્મ સ્વરૂપ એટલે કાચબાનું સ્વરૂપ. પ્રભુનો આ અવતાર કચ્છપ અવતાર તરીકે પણ ઓળખાય છે. કચ્છપ અવતારમાં ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના સમયે મંદરાચલ પર્વતને પોતાના કવચ પર ઉપાડ્યો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વર્ણન છે તેમ સમુદ્રમંથન માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગ તેને દોરડાની જેમ વિંટળાઈ ગયા. વાસુકી નાગને નેતરુંની જેમ ખેંચીને સમુદ્રમંથન શરૂ કરવામાં આવ્યું.

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?
Winter breakfast : શિયાળામાં સવારે નાસ્તામાં કયા ફળો ખાવા જોઈએ?
Orange Benefits : શિયાળામાં દરરોજ 1 નારંગી ખાઓ, ફાયદા તમને ચોંકાવી દેશે.
Increase Eye sight : આંખોની રોશની 10 ગણી વધી જશે, કરો આ કામ
Vastu : ઘરમાં પૈસા કઇ જગ્યાએ ન રાખવા જોઇએ?
નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો

પરંતુ, નીચે કોઈ આધાર ન હોઈ મંદરાચલ ડૂબવા લાગ્યો. ત્યારે, આ કાર્યને સફળ કરવા ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર ધારણ કર્યો. કહે છે કે શ્રીવિષ્ણુનું આ રૂપ એક લાખ જોજન વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમણે મંદરાચલને તેમની પીઠ પર ધારણ કરી લીધો અને પછી પુનઃ સમુદ્રમંથનની શરૂઆત થઈ. તેના લીધે જ સમુદ્રમાંથી 14 રત્નોની પ્રાપ્તિ થઈ. એ જ કારણ છે કે પ્રભુના આ રૂપને, કાચબાના સ્વરૂપને આજના દિવસે ઘરમાં લાાવવાનું સવિશેષ માહાત્મ્ય રહેલું છે.

કાચબાની પ્રતિકૃતિના લાભ

⦁ કાચબાનું પ્રતિક એ વાસ્તવમાં એક પ્રભાવશાળી યંત્ર છે ! તેનાથી ન માત્ર જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ, વાસ્તુદોષનો પણ નાશ થાય છે.

⦁ સફળતા મેળવવા માટે, ધન સમૃદ્ધિની કામના માટે કાચબાની એટલે કે કૂર્મની પ્રતિકૃતિને ઓફિસ કે ઘરની ઉત્તર દિશામાં રાખો. અલબત્, તેના માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન છે ડ્રોઇંગ રૂમ.

⦁ માન્યતા અનુસાર જે ઘરમાં કાચબાની મૂર્તિ હોય છે, ત્યાં હવા-પાણીના દરેક પ્રકારના દોષ પૂર્ણ થઈ જાય છે. નકારાત્મક ઊર્જા ઘરની આસપાસ પણ નથી ફરકતી.

⦁ કાચબાની મૂર્તિને ઘરની પૂર્વ દિશામાં રાખવાથી નિ:સંતાનપણામાંથી મુક્તિ મળે છે. અને તે ઘરમાં નવજાતના આગમન સંબંધી શુભ સમાચાર મળે છે.

⦁ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના રૂમમાં માટીનો કાચબો સ્થાપિત કરવો જોઈએ. કહે છે કે તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે.

⦁ જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય કે માનસિક તણાવ રહેતો હોય તો તેમણે પોતાના બેડરૂમમાં ધાતુમાંથી બનેલ કાચબો સ્થાપિત કરવો જોઇએ.

⦁ એક માન્યતા અનુસાર રસોડામાં કાચબો રાખવાથી ભોજનને લગતા તમામ કીટાણું દૂર થાય છે તેમજ માતા અન્નપૂર્ણાની કૃપા પણ મળતી રહે છે.

પૂજન મંત્ર

આજે શ્રીહરિના કૂર્મ રૂપની પૂજા કરવાનો મહિમા છે. જો આપ પણ શ્રી હરિના આ રૂપની પૂજા કરી રહ્યા હોવ તો પૂજન સમયે “ૐ આં હ્રીં ક્રોં કૂર્માસનાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.

આજનો મહાઉપાય

જેણે સ્વયં મંદરાચલ પર્વતને ધારણ કર્યો અને જેના આધારથી જ સમુદ્રમંથન શક્ય બન્યું તેવાં કૂર્મ સ્વયં શક્તિનું પ્રતિક મનાય છે. સાથે જ તે ભક્તોને શક્તિના આશિષ પણ પ્રદાન કરે છે. કહે છે કે આ દિવસે શારીરિક રીતે શક્તિશાળી બનવા માટે કૂર્મને બદામનો ભોગ અર્પણ કરવો જોઈએ. અને ત્યારબાદ તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરીને નિત્ય જ તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">