Tulsi Vivah 2026 : ક્યારે છે તુલસી વિવાહ ? નોંધ લો તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત

તુલસી વિવાહ (Tulsi Vivah)નો પર્વ ખુબ ધામધુમથી સેલિબ્રેટ કરવામાં આવે છે. તુલસી અને ભગવાન શાલિગ્રામન દિવ્ય મિલનનું પ્રતિક છે. આ ધાર્મિક ઉત્સવ ઘરમાં શુભતા, સમૃદ્ધિ અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ લાવે છે. તુલસી વિવાહની પુજા કરવાથી સૃષ્ટિમાં ધર્મ અને સૌભાગ્યનો સંચાર થાય છે. આ દિવસે વિધિ-વિધાનથી પુજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

Tulsi Vivah 2026 :  ક્યારે છે તુલસી વિવાહ ? નોંધ લો તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત
| Updated on: Nov 11, 2026 | 10:40 AM

દેવઉઠી અગિયારસના આગલા દિવસે તુલસી વિવાહ (Tulsi Vivah) માત્ર ધાર્મિક રુપથી મહત્વપૂર્ણ નથી. પરંતુ તે સૃષ્ટિમાં શુભતા અને સમૃદ્ધિના પુન આગમનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે તુલસી માતા (જે લક્ષ્મીનું રુપ છે) તેમજ ભગવાન શાલિગ્રામ (વિષ્ણુનું સ્વરુપ)ના લગ્ન કરાવવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં મંગળ કાર્યોનો આરંભ થાય છે. તેમજ દાંપત્ય જીવનમાં સુખ-સાંતિ આવે છે.

તુલસી વિવાહનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખુબ ઉંડુ છે. સ્કંદ અને પદ્મ પુરાણમાં વર્ણિત છે જે તુલસી માતા ભગવાન વિષ્ણુની સર્વપ્રિય છે અને તેના વિના કોઈ પણ પુજા પૂર્ણ થતી નથી. તુલસી વિવાહને લક્ષ્મી-નારાયણના દિવ્ય મિલનનું પ્રતિક માનવામાં આવે છે. જે સૃષ્ટિમાં પુન શુભતા અને સમૃદ્ધિનો સંચાર કરે છે. આ વ્રતથી વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્થિરતા આવે છે. તેમજ અવિવાહિતને યોગ્ય જીવનસાથીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વિવાહ સંસારમાં ધર્મ, સમર્પણ અને સૌભાગ્યની પુનસ્થાર્પનાનું પ્રતિક છે.

તુલસી પુજાની તૈયારી અને સામગ્રી

તુલસી વિવાહની શરુઆત સવારે સ્નાન અને શુદ્ધિ સાથે કરવામાં આવે છે. પુજા સ્થળને પવિત્ર કરી તુલસીને સ્થાપિત કરવામાં આવે છે.

સામગ્રી વિશે વાત કરીએ તો. ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા શાલિગ્રામ શિલા, તુલસીનો છોડ, પીળા અને લાલ વસ્ત્ર, શેરડી, નારિયળ, ફુલ , સુહાગની વસ્તુઓ (સિંદુર, બંગડી, ચાંદલ્લો) ધૂપ, દીવો, પાન-સોપારી, પંચામૃત, ચોખા, હલ્દી-કુમકુમ, કળશ અને રેશમનો દોરો

2026માં તુલસી વિવાહ ક્યારે છે

પંચાગ અનુસાર 21 નવેમ્બર 2026 શનિવારના રોજ તુલસી વિવાહ છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારમાં આ ઉત્સવ દેવઉઠી એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી 5 દિવસ ચાલે છે. હવે આપણે તુલસી વિવાહના મુહૂર્તની વાત કરીએ તો સાંજે 5 કલાક થી લઈ 7 વાગ્યા સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 કલાક થી 5 વાગ્યા સુધી. અભિજીત મુહૂર્ત બપોરના 11 કલાકથી બપોરના 12 કલાક સુધી રહેશે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

 

Kedarnath Dham: હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથના કપાટ બંધ થયા, હવે આવતા વર્ષે દર્શન આપશે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.