Bhakti: ભયનું શમન કરશે મહારાત્રી કાળરાત્રી, જાણો કાળીચૌદસે કયા દેવી-દેવતાનું પૂજન બનશે વિશેષ લાભદાયી ?

|

Nov 03, 2021 | 11:51 AM

‘કાળીચૌદસ' એવાં નામને લઈને લોકો એમ માની બેસે છે કે આ દિવસે માત્ર કાલી ઉપાસનાનો જ મહિમા છે. પરંતુ, એવું નથી. વાસ્તવમાં તો કાળીચૌદસની રાત્રી એ તમામ ઉગ્રદેવતાઓની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. અને આવો દિવ્ય અવસર વર્ષમાં માત્ર એક જ વાર પ્રાપ્ત થાય છે !

Bhakti: ભયનું શમન કરશે મહારાત્રી કાળરાત્રી, જાણો કાળીચૌદસે કયા દેવી-દેવતાનું પૂજન બનશે વિશેષ લાભદાયી ?
ઉગ્ર દેવતાઓની કૃપા પ્રાપ્ત કરાવશે કાલીચૌદસ

Follow us on

આસો વદ ચૌદસનો (chaudas) દિવસ એ કાળીચૌદસ (Kali Chaudas) તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ એ તો આદ્યશક્તિના ‘કાલી’ રૂપની આરાધના માટે શ્રેષ્ઠ મનાય છે. પણ, કાળીચૌદસ એવાં નામને લઈને લોકો એમ માની બેસે છે કે આ દિવસે માત્ર કાલી ઉપાસનાનો જ મહિમા છે. પરંતુ, એવું નથી. વાસ્તવમાં તો આ તમામ ઉગ્રદેવતાઓની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. અને આવો દિવ્ય અવસર વર્ષમાં માત્ર એક જ વાર પ્રાપ્ત થાય છે !

વાસ્તવમાં વર્ષ દરમિયાન ચાર રાત્રી એવી હોય છે કે જ્યારે રાત્રી ઉપાસનાનો સવિશેષ મહિમા રહે છે. અને એટલે જ આ રાત્રીઓ ‘મહારાત્રી’ તરીકે ઓળખાય છે. આ ચાર મહારાત્રીમાં હોળી, શિવરાત્રી, જન્માષ્ટમી અને કાળીચૌદસનો સમાવેશ થાય છે. માન્યતા અનુસાર કાળીચૌદસની રાત્રીએ ઉગ્ર દેવતાઓની ઉપાસના કરવાથી તેમની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે આવો, આજે તે જ સંદર્ભે માહિતી મેળવીએ.

કલ્યાણી કાલિકા
કાળીચૌદસે તેના નામની જેમજ કાલી ઉપાસનાનો સવિશેષ મહિમા છે. આ દિવસે તાંત્રિકો સ્મશાન કાલીની ઉપાસના કરતા હોય છે. પરંતુ, સંસારીઓ માટે સત્વકાલીની ઉપાસના વિશેષ ફળદાયી બની રહે છે. દેવી કાલી તો કલ્યાણની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે સત્વકાલીની ઉપાસનાથી જીવનમાં સત્વની પ્રાપ્તિ થાય છે. તે સંસારમાં વિજયના આશિષ પ્રદાન કરે છે. દુઃખી, દરિદ્રતા, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની મનશાને પરિપૂર્ણ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
  • ફળદાયી મંત્ર
    “ૐ હ્રીં ક્લીં મહાકાલીયૈ નમઃ”
  • સંકટનાશન કાલીમંત્ર
    જયંતી મંગલા કાલી, ભદ્રકાલી કપાલિની ।
    દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે ।।

ભયહર્તા ભૈરવ
કાળીચૌદસની રાત્રીએ ભૈરવ ઉપાસનાની સવિશેષ મહત્તા છે. કહે છે કે આ રાત્રીએ ભૈરવપૂજનથી જીવનમાંથી તમામ પ્રકારના અનિષ્ટ અને ભયનું હરણ થઈ જાય છે. ભૈરવ ઉપાસનાથી વ્યક્તિને સંસારના દરેક ભયમાંથી મુક્તિ મળી જાય છે. કારણ કે ભૈરવ અભયતાના આશિષ પ્રદાન કરે છે.

  • ભયમુક્તિ અર્થે મંત્ર
    તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમમ ।।
    ભૈરવાય નમસ્તુભ્યમ અનુગનામ દાતું મહતસૃજે ।।

કષ્ટભંજન હનુમાન
કાળીચૌદસે કષ્ટભંજન હનુમાનની ઉપાસનાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે પવનસુતની પૂજા કરવાથી તે જીવનમાંથી તે જીવનમાંથી તમામ પ્રકારની પીડાનું હરણ કરી લે છે. આવો તે માટેનો મંત્ર જાણીએ.

  • પીડામુક્તિ મંત્ર
    “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ।

આ પણ વાંચો : ભૂલથી પણ દિવાળી પર આટલી વસ્તુઓ ન કરો ગિફ્ટ, નહિતર થશે નુકસાન !

આ પણ વાંચો : કાળીચૌદસ પર કરો આ સરળ ઉપાય, નહીં ભોગવવી પડે નરકની યાતના !

Next Article