દીવો પ્રગટાવતા પૂર્વે અચૂક જાણી લો આ નિયમ, તેનાથી જ પ્રાપ્ત થશે શ્રેષ્ઠ ફળ !

|

Jun 19, 2022 | 6:52 AM

દીવાના સ્થાન જેટલું જ મહત્વ દીવો (divo) કરવા માટે વપરાતી વાટનું છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીની બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

દીવો પ્રગટાવતા પૂર્વે અચૂક જાણી લો આ નિયમ, તેનાથી જ પ્રાપ્ત થશે શ્રેષ્ઠ ફળ !
Diya (symbolic image)

Follow us on

હિંદુ ધર્મમાં (hindu religion) પૂજા કરતી વખતે દીવો (diya) પ્રગટાવવો ખુબ જરૂરી અને શુભ માનવામાં આવે છે. પણ અમુક લોકો દીવા પ્રગટાવવાના સાચા નિયમ જાણતા નથી. જેના કારણથી એમની પૂજા (worship) અર્થહીન બની જાય છે. તેથી આજે અમે તમને દીવા પ્રગટાવવાનો સાચો સમય અને નિયમ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે !

હિન્દુ ધર્મમાં અગ્નિને ખુબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરીને ભક્તો મોટા-મોટા અનુષ્ઠાન કરે છે. વળી દરરોજ પૂજન સમયે સવારે અને સાંજે દીવો પ્રગટાવે છે. દિવાળી, જન્મદિવસ વગેરે કોઇ પણ તહેવાર અથવા શુભ અવસર ઉપર પણ લોકો દીવો પ્રગટાવે છે. તો, નવરાત્રી જેવા તહેવાર ઉપર અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે.

માન્યતા અનુસાર દીવાનો પ્રકાશ વ્યક્તિના જીવનના અંધકારને દૂર કરે છે અને તેના વિચારોને સકારાત્મક બનાવે છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. સાથે જ તે ઘરમાં રહેતા સભ્યોનું મન પણ દીવાને લીધે શાંત થાય છે. પરંતુ, દીવો પ્રગટાવવા માટે પણ અમુક નિયમો હોય છે જેનું પાલન કરવું જોઇએ. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. તો ચાલો આજે તમને તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચોક્કસ સ્થાન

પૂજા સમયે દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી મનાય છે. પણ, આ દીવો ક્યાં રાખવો તે બાબત સૌથી વધુ મહત્વની છે. જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેને પોતાની ડાબી બાજુ તરફ અને ભગવાનની સામે રાખવો જોઈએ. તેમજ તેલના દીવાને જમણા હાથ તરફ રાખવો જોઈએ.

દીવાની વાટ 

દીવાના સ્થાન જેટલું જ મહત્વ દીવો કરવા માટે વપરાતી વાટનું છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીની બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શ્રેષ્ઠ સમય

પૂજા જેટલી વહેલી સવારમાં કરવામાં આવે એટલું જ શુભ માનવામાં આવે છે. કારણ કે સવારનાં સમયે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા માટેનો સર્વોત્તમ સમય છે સવારના ૫ થી ૧૦ વાગ્યા સુધી. તો, સાંજે ૫ થી ૭ની વચ્ચેનો સમય પણ દીપ પ્રાગટ્ય માટે શુભ મનાય છે.

ખંડિત દીવાનો નિષેધ 

અખંડ દીવો પ્રગટાવવા માટે ધાતુનાં દીવાનો ઉપયોગ કરવો જોઈએ. માટીના દીવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ખંડિત હોવો જોઈએ નહીં. તે સિવાય દીવો પ્રગટાવ્યા બાદ તે બુઝાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો કોઈ કારણોસર દીવો બુઝાઈ જાય છે, તો તેને તુરંત પ્રગટાવીને ભગવાન પાસે ક્ષમા-યાચના કરી લેવી જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article