બાથરૂમમાં રાખો માત્ર ‘આ’ એક વસ્તુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂર થશે નકારાત્મક ઊર્જા ?

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. લોકો દરવાજો, બેડરૂમ અને રસોડું સહિત ઘરના વિવિધ ભાગોનું નિર્માણ વાસ્તુના નિયમો અનુસાર કરાવે છે.

| Updated on: Jul 31, 2026 | 2:53 PM
1 / 6
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. લોકો દરવાજો, બેડરૂમ અને રસોડું સહિત ઘરના વિવિધ ભાગોનું નિર્માણ વાસ્તુના નિયમો અનુસાર કરાવે છે. એટલું જ નહીં, ઘરમાં કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી તે પણ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ નક્કી કરવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
ઘણા લોકો બાથરૂમ તરફ ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમને પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલું છે. માન્યતા અનુસાર, બાથરૂમની અવગણના કરવામાં આવે તો તે વાસ્તુદોષનું કારણ બની શકે છે, જેની અસર ઘરની આર્થિક સ્થિતિ અને પરિવારના સ્વાસ્થ્ય પર પડી શકે છે. (Image Source | iStock)

3 / 6
વાસ્તુશાસ્ત્રની માન્યતા મુજબ, મીઠું ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદરૂપ છે. વાસ્તુ નિષ્ણાતો બાથરૂમમાં મીઠું રાખવાની સલાહ આપે છે. માન્યતા છે કે મીઠું આસપાસના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાને શોષી લે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને સુખ, શાંતી અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
માનવામાં આવે છે કે જ્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે ત્યારે સકારાત્મક ઊર્જા વધે છે. જેના કારણે નવા અવસરો અને પ્રગતિના માર્ગ ખુલતા હોવાનું માનવામાં આવે છે. જો બાથરૂમ ઈશાન ખૂણામાં અથવા મુખ્ય દરવાજાની સામે હોય તો તેને વાસ્તુદોષ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મીઠાનો આ ઉપાય વાસ્તુદોષની અસર ઘટાડવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 6
વાસ્તુશાસ્ત્ર મુજબ, સામાન્ય મીઠાની જગ્યાએ દરિયાઈ મીઠું અથવા સિંધવ મીઠુંનો ઉપયોગ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. મીઠું હંમેશા કાચના વાસણમાં રાખો. દર અઠવાડિયે અથવા ઓછામાં ઓછું દર 15 દિવસે મીઠું બદલી નાખો. જૂનું મીઠું ટોયલેટમાં ફ્લશ કરી દો અને તેની જગ્યાએ નવું મીઠું ભરી દો. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.