હિંદુ ધર્મશાસ્ત્રોમાં મારુતિનંદન હનુમાનજી ખૂબ જ પૂજનીય છે. જ્ઞાન, બુદ્ધિ, વિવેક,વિજ્ઞાન, તમામ ગ્રહો અને નક્ષત્રો તેમના નિયંત્રણમાં છે. તેઓ અષ્ટ સિદ્ધા અને નવ નિધીના દાતા છે.તે કળીયુગમાં જીવીત સાત ચિરંજવી માંથી એક છે.આ અમે તમને બજરંગબલીની એક રોચક કથા જણાવા જઇ રહ્યા છીએ. સુર્યને ફળ સમજી ગળા જઇ રહેલા હનુમાન,સૂર્ય પાસેથી જ દીક્ષા લે છે. હનુમાનજી ભગવાન શંકરના 11મા રુદ્રાવતાર છે.
એક દિવસ હનુમાનના માતા તેમને આશ્રમમાં જ છોડીને ફળ લાવવા માટે જાય છે. ત્યારે બાળક હનુમાનને ભૂખ લાગે છે તેથી તે ઉગતા સૂર્યને ફળ માનીને તેને પકડવા માટે આકાશમાં ઉડવાનું શરૂ કરે છે. પવન પણ ઝડપથી ફૂંકાયો હતો. સૂર્યએ તેને નિર્દોષ બાળક માનીને તેને સળગાવી દીધો. જ્યારે હનુમાન સૂર્યને પકડવા દોડ્યા,તે અમાસ હતી અને રાહુ સૂર્ય ગ્રહણ લગાવવાનો હતો, પરંતુ તે સૂર્ય ગ્રહણ કરે તે પહેલા જ હનુમાનજીએ સૂર્યને ગળી ગયા.
રાહુ સમજી ન શક્યો કે શું થઈ રહ્યું છે? તેણે ઈન્દ્ર પાસે મદદ માંગી. જ્યારે ઈન્દ્રએ હનુમાનજીને વારંવાર વિનંતી કરવા છતાં સૂર્ય ભગવાનને મુક્ત ન કર્યા, ત્યારે ઈન્દ્રએ તેમના ચહેરા પર વજ્ર વડે પ્રહાર કર્યો,વજ્રના હુમલાથી પવન પુત્ર બેભાન થઈને ધરતી પર પડી ગયા અને તેની હડપચી પર ઘા વાગ્યો. જ્યારે પવનદેવને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થયા. તેણે પોતાની શક્તિથી સમગ્ર વિશ્વમાં વાયુનો પ્રવાહ બંધ કરી દીધો, જેના પરિણામે પૃથ્વી પરના જીવોમાં ગભરાટ ફેલાયો.
આ વિનાશને રોકવા માટે, બધા દેવતાઓ પવન દેવને વિનંતી કરવા આવ્યા કે તેઓ પોતાનો ક્રોધ છોડી દે અને પૃથ્વી પર જીવનની હવા વહેવા દેવા અનુરોધ કર્યો. પવનદેવને પ્રસન્ન કરવા માટે તમામ દેવતાઓએ બાળ હનુમાનજીને તેમની પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યા અને અનેક વરદાન પણ આપ્યા.દેવતાઓના વરદાનથી બાળક હનુમાન વધુ શક્તિશાળી બની ગયા. પરંતુ વજ્રની ઈજાને કારણે તેમની હનુમાં ઇજા થઈ ગઈ, જેના કારણે તેમને હનુમાન નામ પડ્યું.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.