
Baba Venga’s predictions : નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ પ્રાર્થના કરી હશે કે આ વર્ષ સારું રહે. સૌ કોઈ માટે સારી આશિષ માંગી હશે.તો કેટલાક લોકોએ પ્રગતિના માર્ગ પર ચાલવા માટે કેટલાક સારા સંકલ્પો પણ લીધા હશે. પરંતુ હવે આ નવા વર્ષમાં ઘણી મોટી ઘટનાઓ બનવાની શક્યતા છે. કારણ કે બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગાની 2026 માટે આગાહી હાલમાં સમાચારમાં વ્યાપેલી છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, 2026ના વર્ષે દુનિયા પર ઘણી કટોકટીઓ આવશે. તેમાં આર્થિક મંદી અને AI કટોકટીનો પણ ઉલ્લેખ છે. તો બાબા વેંગાએ ખરેખર શું આગાહી કરી છે? આ નવા વર્ષમાં કયા પ્રકારનું સંકટ આવશે ? ચાલો જાણીએ..
બાબા વેંગાએ વર્ષ 2026 ના વર્ષમાં આર્થિક વ્યવસ્થા બાબતે એક આગાહી કરી છે. આ આગાહી મુજબ, 2026 માં વિશ્વ આર્થિક મંદીના ભરડામાં સપડાઈ શકે છે તેવી એક ભવિષ્યવાણી કરી છે. વિશ્વને આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડી શકે છે. એવું વ્યક્ત કરવામાં આવ્યું છે કે, જે દેશોની અર્થવ્યવસ્થા નાજુક છે તેમને આ આર્થિક મંદીના કારણે ભારે નુકસાન થશે.
બાબા વેંગાએ કહ્યું છે કે, 2026 માં AI નો મોટો ખતરો ઉભો થઈ શકે છે. જ્યારે, 2026 માં AI નો ઉપયોગ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. તેથી, માનવીઓ આ AI ની શક્તિને નિયંત્રિત કરી શકશે નહીં. મશીનોનો પ્રભાવ વધશે. તે માનવો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે તેવી બાબા વેંગાએ આગાહી કરી છે.
આ સાથે, બાબા વેંગાએ પણ આગાહી કરી છે કે, આ વર્ષે ઘણી કુદરતી આફતો આવશે. આમાં જ્વાળામુખી ફાટવા, વાદળ ફાટવા, વિનાશક ભૂકંપ આવવો અને આબોહવા પરિવર્તનને કારણે માવઠા જેવા ઘણા સંકટનો સમાવેશ થાય છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, પૃથ્વી પરની લગભગ સાત થી આઠ ટકા જમીન આ પ્રકારની કુદરતી આફતની કટોકટીથી પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Baba Vanga 2026 Prediction : બાબા વેંગાએ 2026 માટે કરી ભૂકંપ, સુનામી, સત્તા પરિવર્તન, પુતિનના પતન, વિશ્વયુદ્ધ, એલિયન સહીત ચોંકાવનારી આગાહીઓ