
ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની પોતાની શક્તિ હોય છે અને રત્નને કોઈપણ આંગળીમાં ધારણ ન કરવું જોઈએ. રત્ન ધારણ કરવા માટે ન માત્ર સાચી આંગળીની પસંદગી કરવી પડે છે પણ તેને પહેરવા માટેનો ચોક્કસ સમય અને દિવસ પણ નક્કી કરવો પડે છે.
કુંડળીમાં દોષ દૂર કરવા અને જીવનમાં આવનારી મુશ્કેલીઓથી બચવા માટે કેટલાક લોકો આંગળીમાં રત્ન ધારણ કરે છે. માન્યતા છે કે રત્નોનાં પ્રભાવથી જાતકનાં જીવનમાંથી દુ:ખ દુર થાય છે. પણ રત્ન ધારણ કરવાનાં કેટલાક નિયમો છે.
જેનું પાલન ન કરવાથી મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધી શકે છે. તેના અનુરૂપ રત્ન પહેરવાથી જીવનમાં શુભ ફળ મળે છે. સૂર્ય માટે રૂબી, ચંદ્ર માટે મોતી, મંગળ માટે લાલ મણિ, બુધ માટે પન્ના, ગુરુ માટે પોખરાજ, શુક્ર માટે હીરા, શનિ માટે નીલમણિ, રાહુ માટે હેસોનાઈટ અને કેતુ માટે લહસુનિયા લાભદાયક છે.
રત્ન પહેરવાથી પ્રેમ, વૈભવ, કરિયર, શાંતિ અને સફળતા મળે છે. યોગ્ય ગુણવત્તાવાળા અને નિયત ધાતુમાં રત્ન પહેરવું મહત્વપૂર્ણ છે. દુર્બળ ગ્રહ ધરાવનારાઓને આ રત્ન ખાસ ફાયદો આપે છે, જ્યારે મજબૂત ગ્રહ ધરાવનારોએ સાવચેતી રાખવી જોઈએ.
ચાલો આપણે એના વિષય જાણીએ કોણે, ક્યા રત્નનો ઉપયોગ કરવું જોઈએ અને કોણે નહીં ?
સૂર્ય (Sun) – રૂબી – સિંહ રાશિ
સૂર્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વનો ગ્રહ છે. રૂબી પહેરવાથી વ્યક્તિમાં આત્મશક્તિ, પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠા વધે છે. તે લીડરશિપ અને કર્મક્ષમતા વધારવામાં મદદ કરે છે.
કોણે ના પહેરવો : મજબૂત સૂર્ય ધરાવનારા, હાર્ટ/આંખના રોગી, ગુસ્સાવાળા લોકો, હાઈ બ્લડ પ્રેશર હોય
જન્મકુંડળીમાં નબળો, અસંબંધિત અથવા અશુભ સૂર્ય: જો સૂર્ય નબળો હોય, દહન પામેલો હોય, અશુભ ગ્રહોનો સંયોગ હોય, અથવા પ્રતિકૂળ ઘરમાં સ્થિત હોય, તો માણેક પહેરવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે.
ચંદ્ર (Moon) – મોતી/ ચંદ્રમણી – કર્ક રાશિ
ચંદ્ર મન અને ભાવનાનો પ્રભાવ ધરાવે છે. મોતી પહેરવાથી માનસિક શાંતિ, સ્વપ્નશક્તિ અને સંબંધોમાં સમજદારી વધે છે.
કોણે ના પહેરવો : જેમને ચંદ્રની તીવ્રતા, કિડનીની સમસ્યાઓ અથવા પાચક સમસ્યા ધરાવનાર, વધુ ભાવુક/અસ્વસ્થ મનવાળા લોકો
મંગળ (Mars) – લાલ મણિ – મેષ અને વૃશ્ચિક રાશિ
મંગળની ઊર્જા હિંમત, શારીરિક શક્તિ અને રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. લાલ મણિ ધીરજ, ઉત્સાહ અને જાતીય શક્તિ વધારવામાં મદદ કરે છે.
કોણે ના પહેરવો : મજબૂત મંગળ, આક્રમક સ્વભાવ, અલ્સર, હાઈ બ્લડ પ્રેશર
બુધ (Mercury) – પન્ના – મિથુન અને કન્યા રાશિ
બુદ્ધિ, વ્યવહાર અને વાતચીત માટે પન્નાનું મહત્વ છે. આ રત્ન પાસેથી અભ્યાસ, વ્યાપાર અને સંવાદમાં સફળતા મળે છે.
કોણે ના પહેરવો: મજબૂત બુધ, વાઈ, નર્વસ વિકૃતિઓ
ગુરુ (Jupiter) – પોખરાજ – ધનુ અને મીન રાશિ
ગુરુ જ્ઞાન, ધર્મ, સંપત્તિ અને શિક્ષણ માટે જવાબદાર છે. પીળી પખરણથી આધ્યાત્મિક વિકાસ, ધન લાભ અને શાંતિ મળે છે.
કોણે ના પહેરવો : ગુરુ ગ્રહ મજબૂત, કિડની કે લીવરની સમસ્યાઓ, ગર્ભવતી સ્ત્રીઓ એ નિષ્ણાતની સલાહ લેવી.
શુક્ર પ્રેમ, સૌંદર્ય અને વૈભવનો ગ્રહ છે. હીરા પહેરવાથી સંબંધોમાં સુખ, ક્રિએટિવ ટેલેન્ટ અને વૈભવી જીવનમાં વધારો થાય છે.
કોણે ના પહેરવો : શુક્ર બળવાન, હૃદયની સમસ્યાઓ, વધુ પડતા વૈભવી જુસ્સાવાળા લોકો
શનિ (Saturn) – નીલમણિ – મકર અને કુંભ રાશિ
શનિ કરિયર, શિસ્ત અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો ગ્રહ છે. નિલો પખરણ ધૈર્ય, નિશ્ચય અને વ્યાવસાયિક સફળતા વધારવામાં મદદ કરે છે.
કોણે ના પહેરવો : મજબૂત શનિ, ગર્ભવતી સ્ત્રીઓ, નર્વસ/માનસિક વિકૃતિઓ, અધીરા લોકો
રહુ ધન, પ્રસિદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા માટે મહત્વપૂર્ણ છે. હેસોનાઈટ અવરોધ દૂર કરવા અને સફળતા લાવવા મદદ કરે છે.
કોણે ના પહેરવો : પ્રબળ રાહુ, વાઈ, અચાનક લાભનો જુસ્સો
કેતુ આધ્યાત્મિક વૃદ્ધિ અને નકારાત્મક ઊર્જા સામે રક્ષણ માટે ઓળખાય છે. લહસુનિયા પહેરવાથી ધ્યાન, આત્મવિશ્લેષણ અને આંતરિક શાંતિ વધે છે.
કોણે ના પહેરવો : મજબૂત કેતુ, સ્વાસ્થ્ય સમસ્યાઓ, ખૂબ જ આધ્યાત્મિક લોકોને
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે TV9ગુજરાતી કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Published On - 5:53 pm, Wed, 5 November 25