Goddess Lakshmi : શું તમને મળી રહ્યો છે આમાંથી કોઈ સંકેત ? જો હા, તો ટૂંક સમયમાં જ તમારા ઘરમાં થશે ધનની વૃદ્ધિ !

|

May 20, 2022 | 6:44 AM

જો સવારે ઉઠ્યા બાદ આપને શંખનો ધ્વનિ સંભળાય તો તે એક શુભ સંકેત છે. માન્યતા અનુસાર સવારે ઉઠ્યા પછી શંખનો ધ્વનિ સંભળાય તો તે આપના ઘરમાં માતા લક્ષ્મીના (Goddess lakshmi) આગમનનો સંકેત કરે છે !

Goddess Lakshmi : શું તમને મળી રહ્યો છે આમાંથી કોઈ સંકેત ? જો હા, તો ટૂંક સમયમાં જ તમારા ઘરમાં થશે ધનની વૃદ્ધિ !
CONCH

Follow us on

હિન્દુ (Hindu) ધર્મમાં માતા લક્ષ્મીને (Goddess lakshmi) ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે ઘરમાં (Home) માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી. એટલું જ નહીં, એવા ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી અને હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. તેના સિવાય જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે, એટલે કે માતાનું આગમન થવાનું છે તે ઘરની વ્યક્તિઓને એ માટેના સંકેતો અગાઉથી જ મળવા લાગે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી કોઇપણ ઘરમાં પ્રવેશ કરવાના હોય ત્યારે તે ઘરના લોકોને અમુક સંકેતો આપતા હોય છે. તો ચાલો જાણીએ તે શુભ સંકેતો કયા છે.

શંખ

હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં શંખનો ધ્વનિ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. કોઇપણ શુભ અવસર પર થનાર પૂજાપાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા બાદ આપને શંખનો ધ્વનિ સંભળાય તો તે એક શુભ સંકેત છે. માન્યતા અનુસાર સવારે ઉઠ્યા પછી શંખનો ધ્વનિ સંભળાય તો તે આપના ઘરમાં લક્ષ્મી માતાના આગમનનો સંકેત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાવરણી

ધનની દેવી માતા લક્ષ્મીને સાફ સફાઇ વધુ પસંદ છે. જે ઘરમાં સાફ સફાઇ નિત્ય થતી હોય ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે. તેના સિવાય માતા લક્ષ્મીને સફાઇકામ કરતી સાવરણી પણ ખૂબ પ્રિય છે. કહેવાય છે કે સવારના સમયે જો તમારા ઘરની બહાર તમને કોઇ સાવરણી લગાવતું દેખાય તો તે પણ ખૂબ શુભ સંકેત છે. તેનો અર્થ કે નજીકના સમયમાં આપને કોઈ ધનલાભ થવાનો છે.

ઘુવડ

હિન્દુ ધર્મમાં ઘુવડનું ખૂબ મહત્વ છે. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન મનાય છે. એટલે જો તમને ઘુવડ દેખાય તો તેને પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમને જો અચાનક કોઇ જગ્યા પર ઘુવડ દેખાઇ જાય તો સમજી લેવું કે જલ્દી જ તમારા ઘરે માતા લક્ષ્મીની પધરામણી થવાની છે.

ખાણીપીણીમાં બદલાવ

માતા લક્ષ્મી જે ઘરમાં આવવાના હોય તે ઘરના લોકોની ખાણીપીણીની આદતોમાં પરિવર્તન આવવા લાગે છે. કહેવાય છે કે એવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગવા લાગે છે. ખાસ વાત તો એ છે કે આવા ઘરના લોકોને ઓછું જમવાનું પણ વધુ લાગે છે. આ સિવાય આવા પરિવારના લોકો મદીરાપાન અને માંસાહારથી દૂર રહેવા લાગે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article