Apara Ekadashi : મહાસંયોગ સાથે અપરા એકદાશી, કેવી રીતે કરશો મહાપુણ્યની પ્રાપ્તિ ?

|

May 26, 2022 | 6:56 AM

આ દિવસે સવારથી જ સર્વાર્થ સિદ્ધયોગની (Sarvarth siddhyog) સાથે સૂર્ય-બુધથી બુધાદિત્ય, ગુરુ-મંગળથી ગજકેસરી યોગ અને સાથે જ મહાલક્ષ્મીયોગ બની રહ્યો છે. આવો મહાસંયોગ ઘણાં વર્ષો પછી આવ્યો છે.

Apara Ekadashi : મહાસંયોગ સાથે અપરા એકદાશી, કેવી રીતે કરશો મહાપુણ્યની પ્રાપ્તિ ?
Lord Vishnu (symbolic image)

Follow us on

વૈશાખ માસના વદ પક્ષની એકાદશીને  અપરા એકાદશી (Apara Ekadashi) તરીકે ઓળખવામાં આવે છે. અપરા એકાદશી એ મહાપુણ્ય પ્રદાન કરનારી એકાદશી (Ekadashi) છે. ખાસ વાત એ છે કે આ એકાદશી આજ રોજ એટલે કે ગુરુવારે (Guruvar) હોવાને લીધે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. એકાદશી અને ગુરુવાર, બંન્ને દિવસ ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા માટે મહત્વના મનાય છે. આજના દિવસે કરેલ ભગવાન વિષ્ણુની પૂજા આપને અનેક ગણું ફળ પ્રદાન કરી શકે છે. અપરા એકાદશીને અચલા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટમાંથી છુટકારો મેળવીને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે.

સૌથી મહત્વની વાત એ છે આજે અપરા એકાદશી અને ગુરુવારનો સંયોગ તો છે જ. સાથે જ અનેકવિધ શુભ સંયોગ પણ સર્જાઈ રહ્યા છે. જે વ્યક્તિને સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર મનાઈ રહ્યા છે.

એકાદશીએ શુભ સંયોગ

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

⦁ અપરા એકાદશી ગુરુવારના દિવસે હોવાની સાથે જ કેટલાક શુભ યોગ પણ રચાઈ રહ્યા છે.

⦁ આ દિવસે સવારથી જ સર્વાર્થ સિદ્ધયોગની સાથે સૂર્ય-બુધથી બુધાદિત્ય, ગુરુ-મંગળથી ગજકેસરી યોગ અને સાથે જ મહાલક્ષ્મીયોગ બની રહ્યો છે.

⦁ આવો મહાસંયોગ ઘણાં વર્ષો પછી આવ્યો છે.

⦁ આ દિવસને માંગલિક કાર્યોની સાથે ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે.

અપરા એકાદશીની પૂજા વિધિ

⦁ સૌપ્રથમ સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરતા વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ એક બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો.

⦁ સૌપ્રથમ શુદ્ધી માટે ગંગાજળનો છંટકાવ કરો.

⦁ હવે ભગવાન વિષ્ણુને પીળા રંગના પુષ્પ, માળા, પીળું ચંદન અને અક્ષત અર્પણ કરો.

⦁ ત્યારબાદ પ્રભુને ભોગ અર્પણ કરીને જળ ગ્રહણ કરાવો.

⦁ ઘીનો દીવો પ્રગટાવીને ધૂપ આપીને ભગવાનને પ્રણામ કરો.

⦁ એકાદશી વ્રતની કથાનું પઠન કે શ્રવણ કરો. એની સાથે જ ભગવાન વિષ્ણુજીના મંત્રોનો જાપ કરો.

⦁ વિધિવત પૂજા બાદ અંતમાં પૂજામાં કોઇ ભૂલચૂક થઇ હોય તો તેની માફી માંગવી.

⦁ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કર્યાં વિના વ્રત ઉપવાસ કરવા અને બીજા દિવસે દ્વાદશીના દિવસે મૂહુર્ત જોઇને વ્રતના પારણાં કરવા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article