Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? જાણો યાત્રા માટેની જરૂરી તમામ માહિતી

|

May 16, 2022 | 2:40 PM

અમરનાથ યાત્રા આગામી 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે નોંધણી 11 એપ્રિલથી શરૂ થઈ છે. બોર્ડની અપેક્ષા છે કે આ વર્ષે સરેરાશ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથની મુલાકાત લેશે.

Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? જાણો યાત્રા માટેની જરૂરી તમામ માહિતી
Amarnath Dham

Follow us on

કોરોનાના કારણે બે વર્ષ બાદ આ વર્ષે અમરનાથ યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા આગામી 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે નોંધણી 11 એપ્રિલથી શરૂ થઈ છે. જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રામબન જિલ્લામાં એક યાત્રી નિવાસ બનાવવામાં આવ્યુ છે, જેમાં 3000 શ્રદ્ધાળુઓ બેસી શકે છે. બોર્ડની અપેક્ષા છે કે આ વર્ષે સરેરાશ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથની મુલાકાત લેશે.

યાત્રા ક્યારે શરૂ થશે?

અમરનાથ ગુફા મંદિર 3,880 મીટરની ઉંચાઈ પર આવેલું છે, જેના માટે પહેલગામ અને બાલતાલ માર્ગો દ્વારા યાત્રા 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. જૂનના અંતમાં શરૂ થનારી યાત્રા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને પરવાનગી લેવાની રહેશે.

નોંધણી ક્યારે શરૂ થઈ?

અમરનાથ યાત્રા માટે નોંધણી 11 એપ્રિલથી શરૂ થઈ છે. બંને રૂટ માટે યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અમરનાથ યાત્રા માટે નોંધણી ક્યાં અને કેવી રીતે થશે?

શ્રદ્ધાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ http://www.shriamarnathjishrine.com/ અને મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. દેશભરમાં J&K બેંક, PNB બેંક, યસ બેંક અને SBI બેંકની 446 શાખાઓમાં યાત્રા માટે નોંધણી થશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીંં ક્લિક કરો.

તમારા શહેરની કઈ બેંક બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન થશે?

તમારા શહેરની બેંક શાખા માટે અહી ક્લિક કરો

રજીસ્ટ્રેશન કોણ કરાવી શકે?

દરેક વ્યક્તિ આ માટે અરજી કરી શકે છે. આ માટે તમારે હેલ્થ સર્ટિફિકેટ પણ જમા કરાવવું પડશે.

કયા લોકોને મંજૂરી નથી?

13 વર્ષથી ઓછી ઉંમરના અથવા 75 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓ નોંધણી કરાવી શકશે નહીં.

આ લોકોને રજીસ્ટ્રેશનની જરૂર નથી

જે યાત્રાળુઓ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવા માગે છે તેમને એડવાન્સ રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં કારણ કે તેમની ટિકિટ આ માટે પૂરતી હશે.

શ્રદ્ધાળુનુ આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે

યાત્રા માટે શ્રદ્ધાળુનું આરોગ્ય પ્રમાણપત્ર, ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ ફરજિયાત છે. તેમજ અરજીપત્રક સંપૂર્ણપણે ભરેલું હોવું જોઈએ.

આરોગ્ય પ્રમાણપત્ર ક્યાથી મેળવી શકો છો ?

તમારે ફક્ત રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ દ્વારા અધિકૃત ડોકટરો અથવા તબીબી સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલ તબીબી પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. 28 માર્ચ, 2022 પછી જાહેર કરાયેલા સ્વાસ્થ્ય પ્રમાણપત્રોને જ 2022ની યાત્રામાં અધિકૃત કરવામાં આવશે.

ગુજરાતમા રહેતા શ્રદ્ધાળુઓ આરોગ્ય પ્રમાણપત્ર માટે અહીં ક્લિક કરો.

અન્ય રાજ્યોમાં રહેતા શ્રદ્ધાળુઓ અહીં ક્લિક કરો.

રોજના દસ હજાર શ્રદ્ધાળુઓને યાત્રા માટે મોકલવામાં આવશે. અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થશે. જેમાં હેલિકોપ્ટર દ્વારા આવનારા શ્રદ્ધાળુઓ અલગ અલગ હશે. આ વખતે શ્રાઈન બોર્ડ બાલતાલથી ડોમેલ સુધીની 2.75 કિમીની મુસાફરી માટે મફત બેટરી કાર સેવા આપશે.

Published On - 2:40 pm, Mon, 16 May 22

Next Article