અક્ષય તૃતીયા 2025 : પૂજાવિધિ, શુભ સમય અને શુભ ખરીદી વિશે સંપૂર્ણ માહિતી

અક્ષય તૃતીયાના દિવસે ઘણા લોકો માં લક્ષ્મીની પૂજા કરે છે અને શુભ મુહૂર્ત જોઈને સોના ચાંદીની ખરીદી કરે છે. એવામાં ચાલો જાણીએ કે, આ વખતે કયા સમયે માં લક્ષ્મીની પૂજા કરવી અને કયા સમયગાળે સોના ચાંદી ખરીદવું.

અક્ષય તૃતીયા 2025 : પૂજાવિધિ, શુભ સમય અને શુભ ખરીદી વિશે સંપૂર્ણ માહિતી
| Updated on: Apr 29, 2025 | 4:57 PM

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. આ કારણોસર આ પવિત્ર દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર, સત્ય યુગ, ત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને ‘યુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અક્ષય તૃતીયા 2025: કઈ વસ્તુઓ ખરીદવી શુભ મનાય?

અક્ષય તૃતીયાના દિવસે માત્ર સોનું અને ચાંદી જ નહીં, પણ બીજી ઘણી વસ્તુઓ તમે ખરીદી શકો છો. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી, તો તમે પીળી સરસવ, જવ, કપાસ, માટીના વાસણો અથવા તો પિત્તળ અને તાંબાના વાસણો પણ ખરીદી શકો છો. આ પવિત્ર વસ્તુઓ ખરીદવાથી જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.

30 એપ્રિલ 2025ના રોજ સોનું અને ચાંદી ખરીદવાનો યોગ્ય સમય?

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો સમય સવારે 05:41 થી બપોરે 02:12 સુધીનો છે. શુભ ચૌઘડિયા મુહૂર્ત સવારે 05:41 થી 09:00 અને પછી સવારે 10:39 થી 12:18 વાગ્યા સુધી રહેશે.

અક્ષય તૃતીયા 2025 પૂજાવિધિનો શુભ સમય?

વૈશાખ શુક્લ તૃતીયાના શુભ અવસર પર પૂજાનો શુભ સમય 30 એપ્રિલ 2025ના રોજ સવારે 05:41 થી બપોરે 12:18 વાગ્યા સુધી રહેશે. આ શુભ સમયમાં દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેરની યોગ્ય રીતે પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય શુભ વસ્તુઓ ખરીદવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે.

શું તમે આજે પણ ‘સોનું’ ખરીદી શકો છો?

આજે 29 એપ્રિલ 2025ના રોજ પણ તમે સોનું ખરીદી શકો છો. તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 5:31 વાગ્યાથી શરૂ થશે, જે ખરીદી માટે શુભનો સમય માનવામાં આવી રહ્યો છે. 29 એપ્રિલ 2025ના રોજ સોનું ખરીદવા માટેનો શુભ સમય સાંજે 5:31 થી 30 એપ્રિલ સવારે 5:41 વાગ્યા સુધીનો છે. આ સિવાય 30 એપ્રિલ, 2025ના રોજ સોનું ખરીદવાનું મુહૂર્ત સવારે 06:11 થી બપોરે 02:12 વાગ્યા સુધીનું છે.

 

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો