એક દીવો વિવિધ સમસ્યાઓથી અપાવશે મુક્તિ ! જાણો કઈ સમસ્યા માટે ક્યાં પ્રગટાવવો જોઈએ ?

|

Jun 21, 2022 | 7:49 AM

જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજી (Goddess Lakshmi) ની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો.

એક દીવો વિવિધ સમસ્યાઓથી અપાવશે મુક્તિ ! જાણો કઈ સમસ્યા માટે ક્યાં પ્રગટાવવો જોઈએ ?
Diya

Follow us on

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં (kundali) કોઈ ગ્રહ દોષ (graha dosha) હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા રહેતી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહ દોષને દૂર કરવાના ફળદાયી ઉપાય જણાવવામાં આવેલ છે. આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે. એટલું જ નહીં, તેને પોતાના દરેક કાર્યમાં સફળતાની પણ પ્રાપ્તિ થાય છે. અલગ-અલગ વસ્તુઓના માધ્યમથી આ ઉપાયો અજમાવવામાં આવતા હોય છે. પણ, શું આપ એ જાણો છો કે માત્ર દીવાના માધ્યમથી પણ તમે વિવિધ પ્રકારના ગ્રહ દોષને શાંત કરી શકો છો ? લોકો પૂજાઘરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવતા હોય છે. ઘરના આંગણામાં તુલસીને દીવો કરતા હોય છે. ત્યારે આવો આજે એ જાણીએ કે વિવિધ સ્થાન પર અને વિવિધ દ્રવ્યોના દીપ પ્રગટાવવાથી વ્યક્તિને કેવાં પુણ્યની થશે પ્રાપ્તિ ?

શત્રુ ભય મુક્તિ

શત્રુઓના ભયને દૂર કરવા માટે હનુમાનજી સામે સરસવનાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો લાલ દોરાની વાટથી પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ. એ જ રીતે ભૈરવની સન્મુખ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શત્રુઓનો ભય દૂર થાય છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સુખી દાંપત્ય

જો પતિ-પત્ની વચ્ચે તાલમેલનો અભાવ હોય અને વારંવાર વાદ-વિવાદ થઈ રહ્યા હોય તો ભગવાન શિવ-પાર્વતી અથવા વિષ્ણુ-લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

આર્થિક સમૃદ્ધિ

જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે દેવી લક્ષ્મીની સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવાને પાણિયારે મુકી દેવો જોઈએ. ખાસ એ યાદ રાખવું કે આ દીવો માટીનો હોવો જોઈએ. દરરોજ સવાર-સાંજ ઘરના દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી પણ ઘરમાં ધનલાભની શક્યતા વધી જાય છે.

નોકરીમાં લાભ

જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો.

બીમારીથી મુક્તિ

જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી ન હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાથોસાથ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સુચનાનું પણ પાલન કરો.

શ્રીગણેશના શુભાશિષ

ભગવાન ગણેશનાં આશીર્વાદ મેળવવા માટે ચાર મુખી ગાયનાં ઘીનો દીવો પ્રગટાવવો. ચાર મુખ એટલે કે દીવો ચારેબાજુથી વાટ રાખીને પ્રગટાવવો જોઈએ.

સમસ્યા નિવારણ

વિવિધ સમસ્યાઓના નિવારણ અર્થે હનુમાનજી સન્મુખ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. એ જ રીતે ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ।। ૐ નમઃ શિવાય ।। મંત્રનો ૧૦૮ વખત જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને તમામ સમસ્યાથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article