વર્ષ 2026 નો રાજા ગુરુ ગ્રહ આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ- જાણો એ રાશી કઈ છે?

વર્ષ 2026માં ગ્રહોના રાજા ગુરુ રહેશે, જ્યારે મંગળ ગ્રહ મંત્રીની ભૂમિકામાં રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના આ મંત્રીમંડળને બે રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહ્યુ છે.

વર્ષ 2026 નો રાજા ગુરુ ગ્રહ આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ- જાણો એ રાશી કઈ છે?
| Updated on: Dec 21, 2025 | 8:18 PM

નવા વર્ષ 2026માં ગ્રહોનું મંત્રીમંડળ બદલાવા જઈ રહ્યુ છે. વર્ષ 2025માં ગ્રહોના રાજા મંગળ હતા. જ્યારે નવા વર્ષ 2026માં રાજા દેવગુરુ બૃહસ્પિત હશે. આ વર્ષે મંગળ મંત્રીની ભૂમિકામાં રહેવાના છે. જ્યોતિષવિદોનું કહેવુ છેકે ગુરુ બૃહસ્પતિ નું રાજાની ભૂમિકામાં હોવુ ધન અને મીન રાશિના જાતકો માટે શુભ સંકેત આપી રહ્યુ છે. આ બંને રાશિના સ્વામી ખુદ બૃહસ્પતિ (ગુરુ) છે. આથી નવુ વર્ષ 2026માં ધન અને મીન રાશી પર ગુરુ ગ્રહની કૃપા બની રહેશે.

જ્યોતિશમાં ગુરુ બૃહસ્પતિને જ્ઞાન, સંતાન, વિવાહ, ભાગ્ય અને ધનનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યોનુ કહેવુ છે કે જ્યારે પણ ગુરુ મજબૂત સ્થિતિમાં હોય છે તો તેના સ્વામિત્વ વાળી રાશિઓ પર જરૂર કૃપા વરસાવે છે. આવો જાણીએ કે વર્ષ 2026માં રાજા બનીને ગુરુનો આપની રાશિમાં કેવો પ્રભાવ રહેશે.

ધન રાશી

ધન રાશિના જાતકોને અનાયાસે અચાનક ધનની પ્રાપ્તિ થશે. એટલે કે બહુ ઓછા પ્રયત્નોમાં પણ આપની રાશિમાં ધનની આવક સતત બની રહેશે. ખર્ચ ઓછો થશે અને આવકના સાધનોમાં વૃદ્ધિ સંભવ છે. આપના સંતાન જે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે લાંબા સમયથી આકરી મહેનત કરી રહ્યા હતા, તેમા તેમને જલદી જ સુખદ સમાચાર મળશે. સંતાનની ઉન્નતિ કે સંતાનની પ્રાપ્તિ પણ સંભવ છે. અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. જો કોઈ કારણવશ પ્રેમ સંબંધોમાં વાત ન બની રહી હોય તો તેમા પણ લાભ મળવાની સંભાવના છે.

મીન રાશી

નવા વર્ષ 2026માં મીન રાશી પર પણ ગુરુની વિશેષ કૃપા બની રહેશે. તમને સંપત્તિ સહિતના લાભો મળી શકે છે. રોકાણમાં સારા રિટર્નસ પણ તમને મળી શકે છે. આ વર્ષે તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે પરંતુ બેંક બેલેન્સમાં ધનની કમી નહીં આવે. આ ઉપરાંત, ધર્મની દિશામાં તમારુ ધ્યાન વધશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનુ થઈ શકે છે. આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ થશે. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. સંતાન પક્ષે સુખદ સમાચાર મળશે.

જો કે તમારી રાશી પર સાડા સાતીનું બીજુ ચરણ પણ રહેવાનું છે. આથી તમારે અનેક બાબતોમાં સાવધાન રહેવુ પડશે. ધનનુ રોકાણ સમજી વિચારીને કરવુ પડશે. ખર્ચ પર લગામ લગાવવી તમારા માટે થોડી મુશ્કેલ થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવુ પડશે. જુના રોગ-બીમારીઓ પરેશાન કરી શકે છે. ઈજા-દુર્ઘટનાઓથી પણ સાવધાન રહેવુ પડશે.

બંગાળની ખાડીથી ભારતને ઉક્સાવવાનુ મોહમ્મદ યુનુસનું ષડયંત્ર… બાંગ્લાદેશનો ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ- લઘુમતી હિંદુઓ પર સતત વધી રહ્યા છે હુમલા