Bank of Baroda Mega e-Auction: બેંક ઓફ બરોડા (Bank of Baroda) તમને સસ્તામાં પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે. બેંક દ્વારા મેગા ઈ-ઓક્શન(Mega e-Auction)નું આયોજન કરવામાં આવ્યું છે. બેંકની આ મેગા ઓક્શનમાં તમને ફ્લેટ, ઘર, ઓફિસ સ્પેસ, પ્લોટ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ખરીદવાની તક મળશે. તમે તમારી જરૂરિયાત અને બજેટ પ્રમાણે સસ્તી અને સારી પ્રોપર્ટી લઈ શકો છો. જો તમે પણ ઘર, મકાન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. સસ્તા ભાવે મિલકત ખરીદવાનું તમારું સ્વપ્ન સાકાર કરવા માટે બેંક ઓફ બરોડા 24 માર્ચ, 2022ના રોજ મેગા ઈ-ઓક્શન કરવા જઈ રહી છે. આ માટે ભારતના વિવિધ ઝોનમાં સ્થાવર મિલકતોની હરાજી કરવામાં આવશે.
બેંકની આ હરાજી 19 એપ્રિલે થશે. આ હરાજીમાં કોઈપણ વ્યક્તિ બોલી લગાવી શકે છે. આ હરાજીમાં વેચાયેલી મિલકતનો કબજો ગ્રાહકોને વહેલી તકે મળી જશે. આ સિવાય જો તમે પ્રોપર્ટી ખરીદવા માટે લોન લેવા માગો છો તો તમને તે ઓછા વ્યાજ દરે સરળતાથી મળી જશે.
Ab real estate me invest karein with ease #BankofBaroda ke saath. Mega e-Auction mein participate karein on 19.04.2022 aur apni dream property ko apna banayein.
Know more https://t.co/VEiwLeh0aW#AzadiKaAmritMahotsav @AmritMahotsav pic.twitter.com/aJkRXlBzKQ— Bank of Baroda (@bankofbaroda) April 12, 2022
બેંક ઓફ બરોડાએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે રિયલ એસ્ટેટમાં સરળતાથી રોકાણ કરી શકો છો. બેંક ઓફ બરોડા તમને આ તક આપી રહી છે. બેંક દ્વારા 19મી એપ્રિલે મેગા ઈ-ઓક્શન કરવામાં આવી રહ્યું છે. આ હરાજીમાં તમે તમારી ડ્રીમ પ્રોપર્ટી ખરીદી શકો છો.
બેંકની આ હરાજી વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર લિંક bit.ly/MegaEAuctionApril પર જઈ શકો છો. અહીં તમને એપ્રિલ મહિનામાં યોજાનારી હરાજીની વિગતો મળશે. આ સિવાય તમે જોઈ શકો છો કે કયા શહેરમાં કેટલા ઘર છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ શહેર માટે બિડ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે ઘણા લોકો બેંક પાસેથી પ્રોપર્ટી માટે લોન લે છે, પરંતુ કોઈ કારણસર તેઓ તેમની લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, તો તે બધા લોકોની જમીન અથવા પ્લોટ બેંક દ્વારા કબજે કરવામાં આવે છે. બેંકો દ્વારા સમયાંતરે આવી મિલકતોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં, બેંક મિલકત વેચીને તેની બાકી રકમ વસૂલ કરે છે.
આ પણ વાંચો : Pensioners માટે ખુશખબર : સરકારે તમારા માટે નવું પોર્ટલ શરૂ કર્યું જ્યાં હલ થશે પેન્શન અંગેની તમામ ફરિયાદ
આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા