Bank Holidays In May 2022 : એપ્રિલ મહિનાનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો છે અને મે મહિનો શરૂ થવાનો છે. Reserve Bank of India(RBI) દ્વારા મે મહિનામાં આવતી રજાઓની યાદી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. શું તમારા ધ્યાનમાં છે કે મે મહિનાની શરૂઆતમાં ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ મે મહિનાથી અશ્રુઆતના સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. જોકે જરૂરી નથી કે તમામ રજાઓ એકસાથે તમામ ક્ષેત્રમાં રહેશે.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર મુજબ મેના પહેલા સપ્તાહમાં ચાર દિવસની રજાઓ છે. મે ડે નિમિત્તે 1 મેના રોજ બેંકો બંધ રહેશે. આ દિવસે રવિવાર હોવાથી મહારાષ્ટ્ર દિવસ પણ છે. આ સિવાય ઘણા રાજ્યોમાં 2 મેના રોજ પરશુરામ જયંતિની રજા રહેશે. 3 અને 4 મેના રોજ ઈદ-ઉલ-ફિત્ર અને બસવ જયંતિ (કર્ણાટક)ની રજા રહેશે. દરેક રાજ્યમાં ઈદની રજા અલગ-અલગ હોઈ શકે છે.
મે મહિનામાં વિવિધ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જારી કરવામાં આવે છે. રજાઓની યાદી દેશ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારો અનુસાર છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રજાઓ અને શનિવાર-રવિવારની રજાઓ પણ કેલેન્ડરમાં છે.