Bank Holidays in March : માર્ચ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, યાદી તપાસી કામનું કરો પ્લાનિંગ

|

Feb 28, 2022 | 10:48 AM

આ મહિના દરમિયાન બેંકો 3 માર્ચ અને 4 માર્ચના રોજ સતત બે દિવસ બંધ રહેશે. આ સિવાય 17 માર્ચ, 18 માર્ચ અને 19 માર્ચે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.

Bank Holidays in March : માર્ચ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, યાદી તપાસી કામનું કરો પ્લાનિંગ
Bank Holidays in March

Follow us on

ડિજિટલ બેંકિંગે નાણાકીય વ્યવહારોને સરળ બનાવ્યા છે પરંતુ હજુ પણ એવા ઘણા કાર્યો છે જેના માટે બેંક શાખાની મુલાકાત લેવી પડે છે. તેથી ગ્રાહકો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે બેંકો કયા દિવસે બંધ રહેશે અને કયા દિવસે ખુલ્લી રહેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 માં બેંક રજાઓની તારીખો જાહેર કરી છે.

માર્ચ આવતીકાલે 1 માર્ચ મહાશિવરાત્રીના તહેવાર સાથે શરૂ થશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં તહેવારો અને અન્ય ખાસ પ્રસંગોએ અલગ-અલગ ઝોનમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં  મહિનાના રવિવારે અને બીજા અને ચોથા શનિવારે બેંકોની રજા પણ સામલે છે.

રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબ, બીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 13 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. માર્ચ મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ.

સતત 2 અને ૩ દિવસ રજાઓ આવી રહી છે

આ મહિના દરમિયાન બેંકો 3 માર્ચ અને 4 માર્ચના રોજ સતત બે દિવસ બંધ રહેશે. આ સિવાય 17 માર્ચ, 18 માર્ચ અને 19 માર્ચે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. તેથી જો તમારે તમારી બેંકને લગતું કોઈ કામ કરવું હોય તો, પહેલા જ પતાવી લો. આ સિવાય તમે તમારા બેંક સંબંધિત કામ પણ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. આ માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. કોરોના મહામારી દરમિયાન, મોટાભાગના લોકો તેમનું બેંક સંબંધિત મોટા ભાગનું કામ ઓનલાઈન કરે છે.

તમને જણાવી દઈએ કે નેટ બેન્કિંગ પર આ રજાઓની કોઈ અસર નથી. આ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સિવાય તમારે તમારા મહત્વપૂર્ણ કામ જલદીથી પૂરા કરી લો. કારણ કે રજાઓ બાદ બેંકો ખુલશે ત્યારે ભારે ભીડ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તમારું મહત્વપૂર્ણ કામ પ્રભાવિત થઈ શકે છે.

માર્ચમાં રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

  • 1 માર્ચ (મંગળવાર): મહાશિવરાત્રીના દિવસે ગુજરાતમાં બેંકો બંધ રહેશે.
  • 3 માર્ચ (ગુરુવાર): લોસાર, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 4 માર્ચ (શુક્રવાર): છપચાર કુટ, મિઝોરમમાં બેંકો બંધ રહેશે.
  • 6 માર્ચ : રવિવારની રજા.
  • 12 માર્ચ : મહિના બીજા શનિવારથી રજા.
  • 13 માર્ચ : રવિવારની રજા.
  • 17 માર્ચ (ગુરુવાર): હોલિકા દહન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
  • 18 માર્ચ (શુક્રવાર): હોળી / હોળીના બીજા દિવસે (ધૂળેટી), કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મણિપુર, ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
  • 19માર્ચ (શનિવાર): હોળી/યાઓસંગ; ઓડિશા, મણિપુર અને બિહારમાં બેંકો બંધ રહેશે.
  • 20 માર્ચ : રવિવારની રજા
  • 22 માર્ચ (મંગળવાર): બિહાર દિવસ, બિહારમાં બેંકો બંધ રહેશે.
  • 26 માર્ચ : મહિનાઓ ચોથા શનિવારથી રજા પર.
  • 27 માર્ચ : રવિવારની રજા.

 

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં રોકાણકારોને 3.5 લાખ કરોડનું નુકસાન, જાણો કોણ છે આજના TOP LOSERS

 

આ પણ વાંચો : ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર

 

Published On - 10:47 am, Mon, 28 February 22

Next Article