Bank Holidays in February 2022 : ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

|

Feb 02, 2022 | 8:44 AM

જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે.

Bank Holidays in February 2022 :  ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in February 2022

Follow us on

Bank Holidays in February 2022: વર્ષના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંકો બંધ રહેશે. આ અગાઉ જાન્યુઆરીમાં 16 દિવસની રજા હતી. ફેબ્રુઆરીની 12 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી અને ગુરુ રવિદાસ જયંતિ જેવા દિવસે બેંકોમાં રજા રહેશે. જો કે ફેબ્રુઆરી મહિનામાં દેશમાં દરેક જગ્યાએ એકસાથે બેંકો 12 દિવસ બંધ રહેવાની નથી.

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબ, બીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 12 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

List of Bank Holidays in February 2022

  • 2 ફેબ્રુઆરી : સોનમ લોચ્ચર (ગંગટોકમાં બેંક બંધ)
  • 5 ફેબ્રુઆરી: સરસ્વતી પૂજા / શ્રી પંચમી / વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંક બંધ)
  • ફેબ્રુઆરી 6: રવિવાર
  • ફેબ્રુઆરી 12: બીજો શનિવાર
  • ફેબ્રુઆરી 13: રવિવાર
  • ફેબ્રુઆરી 15: મોહમ્મદ હઝરત અલીનો જન્મદિવસ / લુઈસ-નાગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંક બંધ)
  • ફેબ્રુઆરી 16: ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંક બંધ)
  • 18 ફેબ્રુઆરી: દોલજાત્રા (કોલકાતામાં બેંક બંધ)
  • 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંક બંધ)
  • 20 ફેબ્રુઆરી: રવિવાર
  • 26 ફેબ્રુઆરી: ચોથો શનિવાર
  • 27 ફેબ્રુઆરી: રવિવાર

આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : શું ફરી મોંઘુ થશે તમારા વાહનનું ઇંધણ? આ મળી રહ્યા છે સંકેત, જાણો આજનો ભાવ

 

આ પણ વાંચો :  Budget 2022: જ્વેલર્સને રાહત, પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, મિશ્રિત ઇંધણ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું

Next Article