Petrol Diesel Price Today : શું ફરી મોંઘુ થશે તમારા વાહનનું ઇંધણ? આ મળી રહ્યા છે સંકેત, જાણો આજનો ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું ફરી મોંઘુ થશે તમારા વાહનનું ઇંધણ? આ મળી રહ્યા છે સંકેત, જાણો આજનો ભાવ
Petrol and diesel Price today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:28 AM

Petrol Diesel Price Today :  વર્ષ 2022ના પ્રથમ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીએ બ્રેન્ટ ક્રૂડમાં 91 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગઈ હતી.આ સ્થિતિમાં સરકારી તિજોરી પર કિંમતોનો બોજ સતત વધી રહ્યો છે. જોકે છેલ્લા 3 મહિનાથી તેલ (petrol and diesel price)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એવી આશંકા છે કે આવનારા સમયમાં ભાવ ફરી વધી શકે છે. અગાઉ દિવાળી નજીક સરકારે તેલના ભાવમાં ઘટાડાનો કરાયો હતો ત્યારથી તેલના ભાવ સ્થિર છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

જાન્યુઆરીમાં ક્રૂડ 17 ટકાથી વધુ વધ્યું

જાન્યુઆરી મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડ 17.26 ટકાના વધારા સાથે 77.78 ડોલર પ્રતિ બેરલથી વધીને 91.21 ડોલર પ્રતિ બેરલ થયું હતું. બ્રેન્ટ ક્રૂડ ભારતની ક્રૂડ બાસ્કેટમાં મુખ્ય હિસ્સેદારી છે. ફેબ્રુઆરીના પ્રથમ દિવસે ક્રૂડમાં ઘટાડો થયો હોવા છતાં બ્રેન્ટ ક્રૂડ હજુ પણ 88 ડોલર પ્રતિ બેરલની ઉપર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે થયો છે. રશિયા અને યુક્રેનની સેનાઓ સામસામે છે, જ્યારે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનને મદદ કરી રહ્યા છે, જેના કારણે રશિયા યુરોપિયન દેશોને તેલનો પુરવઠો ખોરવી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. રશિયા વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું તેલ ઉત્પાદક છે. જ્યારે અન્ય તેલ ઉત્પાદક દેશો વધતી માંગ પ્રમાણે પુરવઠામાં વધારો કરી શકતા નથી, જેના કારણે પુરવઠા પર અસર થવાની અને તેલના ભાવમાં વધારો થવાની ભીતિ છે, ત્યારે ગોલ્ડમેને પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી છે કે આ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને સ્પર્શી શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  શું તમે બજેટ 2022 વિશેની બધી મોટી બાબતો જાણો છો? કેન્દ્રના ‘અમૃત બજેટ’નું સંપૂર્ણ વિશ્લેષણ, ગામડા-ગરીબથી લઈને ખેડૂતો અને રોજગાર સુધી

આ પણ વાંચો :  Budget 2022: આ છે બજેટના સૌથી મહત્વપૂર્ણ 5 આંકડા, મળશે સરકારની કમાણીનો ખર્ચનો સંપૂર્ણ હિસાબ

Latest News Updates

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">