
થર્ડ-પાર્ટી વીમાને ‘એક્ટ-ઓન્લી વીમો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કોઈપણ વાહન ચલાવવા માટે કાયદેસર રીતે તેમજ નાણાકીય સુરક્ષા માટે થર્ડ-પાર્ટી વીમો અગત્યનો માનવામાં આવે છે. શું તમે જાણો છો, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પાર્ટી શબ્દો શું દર્શાવે છે? વીમામાં, પ્રથમ પક્ષ એ વ્યક્તિ છે જે વીમા પૉલિસી ખરીદે છે, બીજો પક્ષ વીમા કંપની હોય છે, અને ત્રીજા પક્ષ તરીકે એ વ્યક્તિને ગણવામાં આવે છે જેને પ્રથમ પક્ષની ભૂલને કારણે નુકસાન થાય છે.
એક અહેવાલ મુજબ, Arham Secure ના બ્રાન્ચ મેનેજર સુશીલ કુમાર સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે, કે જો થર્ડ-પાર્ટી વીમો હોય તો પણ કંપની અમુક સંજોગોમાં ચૂકવણી કરવાનો ઇનકાર કરી શકે છે.
જો તમે થર્ડ-પાર્ટી વીમો લઈ રહ્યા છો, તો તમારે એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કે કઈ પોલિસી તમારા વાહન માટે નુકસાન કરતી નથી, કારણ કે આ પોલિસીનો મુખ્ય હેતુ અકસ્માતમાં સામેલ થર્ડ પાર્ટીને વીમો પૂરું પાડવાનો હોય છે.
શું તમે બ્લૂટૂથ આખો દિવસ ચાલુ રાખો છો ? તો થઈ જાવ સાવધાન, આ રીતે થઈ શકે છે તમારો ફોન હેક… વધુ વાંચવા અહીં ક્લિક કરો
Published On - 4:25 pm, Wed, 11 March 26