ફોક્સવેગન લાવી રહ્યું છે એન્ડ-ઓફ-ઈયર મેગા ઓફર્સ ; કારની ખરીદ પર મળશે ₹3 લાખ સુધીનો લાભ

ફોક્સવેગન ઇન્ડિયાએ તાઈગુન (Taigun), તાઈગુન આર લાઇન (Taigun R Line) અથવા (Virtus) વર્ચસમાં રસ ધરાવતા સંભવિત ખરીદદારો માટે ઘણા ફાયદા રજૂ કર્યા છે.

ફોક્સવેગન લાવી રહ્યું છે એન્ડ-ઓફ-ઈયર મેગા ઓફર્સ ; કારની ખરીદ પર મળશે ₹3 લાખ સુધીનો લાભ
Image Credit source: Gemini
| Updated on: Dec 02, 2025 | 8:49 PM

ફોક્સવેગન તેનું વર્ષના અંતમાં ડિસેમ્બર મેગા સેલ શરૂ કરી છે, જેમાં પસંદગીના મોડેલો પર 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ અને લાભો આપવામાં આવશે. આ ઑફર્સ ડિસેમ્બર, 2025 સુધી અથવા સ્ટોક હોય ત્યાં સુધી માન્ય રહેશે. આ યોજનામાં રોકડ લાભો, એક્સચેન્જ બોનસ અથવા સ્ક્રેપેજ બોનસ અને લોયલ્ટી બોનસ મેળવી શકે છે.

તાઈગુન આર લાઇન

તાઈગુન આર લાઇન (Taigun R Line) પર 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેમાં તાઈગુન (Taigun) 1.0 TSI પર 2 લાખ સુધીના ફાયદા ઉપલબ્ધ અને વર્ચસ (Virtus) પર 1.56 લાખ સુધીની બચત. ગયા મહિનાની જેમ, તાઈગુન 3 લાખ સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે. આમાં 2 લાખ સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, 50,000 સુધીનું લોયલ્ટી બોનસ અને 50,000નું એક્સચેન્જ બોનસ અથવા 20,000નું સ્ક્રેપેજ બોનસ સામેલ છે. તાઈગુનને ભારતમાં ફોક્સવેગનની ફ્લેગશિપ SUV તરીકે તેના સ્પોર્ટી R-Line અવતારમાં લોન્ચ કરવામાં આવી હતી, જેની કિંમત 49 લાખ છે.

તાઈગુન (Taigun)

તાઈગુન મિડસાઈઝ SUV માટે, ફોક્સવેગન એન્ટ્રી-લેવલ કમ્ફર્ટલાઈન 1.0-લિટર પેટ્રોલ-મેન્યુઅલ વેરિઅન્ટ 10.58 લાખ (MY2024 અને MY2025 બંને મોડેલો માટે) ની ખાસ કિંમતે અને MY2024 હાઈલાઈન ટ્રીમ MT માટે 11.93 લાખ અને AT માટે 12.95 લાખની ખાસ કિંમતે ઓફર કરી રહ્યું છે.

અન્ય તમામ MY2024 તાઈગુન 1.0 TSI વેરિઅન્ટ્સ 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી રહ્યા છે, જેમાં ટોપ-ઓફ-ધ-લાઈન MT વેરિઅન્ટને સૌથી વધુ લાભ મળી રહ્યો છે. MY2025 યુનિટ્સ માટે, ફક્ત તાઈગુન હાઈલાઈન પ્લસ અને સબવૂફર સાથે અપડેટેડ ટોપ-ઓફ-ધ-લાઈન વેરિઅન્ટને 2 લાખ સુધીના લાભ મળી રહ્યા છે.

આ મહિને તાઈગુનના તમામ 1.5 TSI GT Plus વેરિઅન્ટ્સ પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી, પરંતુ એક્સચેન્જ/સ્ક્રેપેજ અને લોયલ્ટી બોનસ ઉપલબ્ધ છે, મહત્તમ 70,000 સુધી. જોકે, MY2025 GT Plus MT વેરિયન્ટ્સ 15.49 લાખની ઓફર કિંમતે ઉપલબ્ધ છે – 1.5 લાખનું ડિસ્કાઉન્ટ – જ્યારે MY2024 યુનિટ્સ 1.44 લાખ સુધી સસ્તા છે. GT Plus DSG વેરિયન્ટ્સ માટે, MY2025 યુનિટ્સ 1.51 લાખના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે અને MY2024 યુનિટ્સ 1.45 લાખ સુધીના લાભ સાથે ઉપલબ્ધ છે.

વર્ચસ (Virtus)

Virtus 1.0 TSI લાઇનઅપમાં, હાઇલાઇન વેરિઅન્ટ 1.56 લાખ સુધીના ખાસ ભાવ સહિત સૌથી વધુ ફાયદાઓ ઓફર કરી રહ્યું છે. Virtus Topline વેરિઅન્ટ 1.50 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે બીજા ક્રમે છે, અને MY2025 હાઇલાઇન પ્લસ વેરિઅન્ટ 80,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

Virtus 1.5 TSI GT Plus ના મેન્યુઅલ વેરિઅન્ટ કોઈ ખાસ ભાવે ઉપલબ્ધ નથી, પરંતુ તેને 50,000 સુધીના ફાયદાઓ સાથે ખરીદી શકાય છે. દરમિયાન, DSG વેરિઅન્ટ 1.20 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જેમાં ઑફર્સ અને ખાસ ભાવે સમાવેશ થાય છે.

Disclaimer: ડિસ્કાઉન્ટ શહેરથી શહેરમાં બદલાય છે અને સ્ટોકની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ચોક્કસ રકમ માટે કૃપા કરીને તમારા સ્થાનિક ડીલરનો સંપર્ક કરો

Harley Davidsonની નવી મોટરસાઇકલ X440T થઈ લોંચ, વાંચવા માટે અહીં ક્લિક કરો