Kia India એ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે નવી ફ્લેગશિપ ફીચર્સ સાથે નવી Kia EV9 ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, આ કારના આગળના ભાગમાં ફ્યુચરિસ્ટિક ડિજિટલ પેટર્ન લાઇટિંગ ગ્રિલ છે. આ ઉપરાંત કંપનીએ સુપેરિયર સેફ્ટિ માટે આ કારમાં હાઈ સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો છે.
Kiaની આ નવી ઇલેક્ટ્રિક કારમાં તમને કેવા ફીચર્સ મળશે, આ કારની ડ્રાઇવિંગ રેન્જ કેટલી છે અને આ ઇલેક્ટ્રિક SUV ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
Kiaની આ નવી ઈલેક્ટ્રિક SUVની ડ્રાઈવિંગ રેન્જ વિશે વાત કરીએ તો, આ કાર તમને ફુલ ચાર્જમાં 561 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જો ચાર્જિંગ ટાઈમ વિશે વાત કરીએ તો 350kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી આ કાર માત્ર 24 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ કારને 0 થી 100ની ઝડપ પકડવામાં માત્ર 5.3 સેકન્ડનો સમય લાગે છે.
આ ઇલેક્ટ્રિક કારમાં નેક્સ્ટ જનરેશન ડિજિટલ કી 2.0 ફીચરનો ફાયદો મળે છે. આ ફીચરની મદદથી તમે તમારા ફોનથી આ કારને અનલોક કરી શકશો. 20 થી વધુ સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક SUVના સેફ્ટી રેટિંગ વિશે વાત કરીએ તો, આ કારને ANCAP અને Euro NCAP ક્રેશ ટેસ્ટિંગમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
આ કારમાં 12.3 ઇંચની HD ડિસ્પ્લે, 5 ઇંચની HD HVAC ડિસ્પ્લે છે. 27 ઓટોનોમસ ADAS ફીચર્સ સાથે લોન્ચ કરાયેલ આ કારમાં તમામ પાવર્ડ સીટો, બીજી લાઈનમાં કેપ્ટન સીટ, ડ્યુઅલ સનરૂફ અને 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓ હશે.
Kia ઈન્ડિયાની શાનદાર ફીચર્સવાળી આ SUVની કિંમત 1.30 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. તમને આ કિંમતમાં આ કારનું GT લાઈન વેરિઅન્ટ મળશે. આ કારની કિંમતમાં 65 બુલેટ બાઈક ખરીદી શકો છો.