Cheap car Deal : જો તમે Hyundai Exter કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

|

Aug 07, 2023 | 10:43 PM

કાર ખરીદવા માટે જો યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમે Hyundai Exter કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.

Cheap car Deal : જો તમે Hyundai Exter કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
Hyundai Exter

Follow us on

Cheap Car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. જોકે, કારની કિંમતો સાંભળીને જ લોકો કાર ખરીદવાનું ઘણીવાર ટાળતા હોય છે. ત્યારે જો તમે તમારી પસંદગીની કાર ખરીદવા માટે જો યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે જો તમારે Hyundai Exter કાર ખરીદવી હોય તો કઈ જગ્યાએથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Mahindra Thar ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમારે Hyundai Exter કાર ખરીદવી છે, તો તમને આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ રૂપિયા 40 હજાર સુધી સસ્તી મળી રહી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ ગુજરાત સાથે સરહદ ધરાવે છે, તેથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો

Hyundai Exterનું બેઝ મોડલ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.12 હજારનો થશે ફાયદો

જો તમે Hyundai Exter કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Hyundai Exter (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 6.70 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 6.82 લાખ રૂપિયા છે. તેથી જો તમે Hyundai Exterનું બેઝ મોડલ તમે મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.12 હજારનો ફાયદો થશે.

Hyundai Exter કારની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ

Hyundai Exter

Hyundai Exter કારની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ

Hyundai Exter

Hyundai Exterના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.40 હજારનો ફાયદો

Hyundai Exterના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.12 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Hyundai Exterના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Hyundai Exterના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 11.30 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના રતલામમાં ટોપ મોડલની પ્રાઇસ 11.70 લાખ રૂપિયા છે. તેથી જો તમે Hyundai Exterનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે તમને ગુજરાતમાંથી ખરીદવાથી રૂપિયા 40 હજાર સુધીનો ફાયદો થશે.

Next Article