દેશમાં હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સમયે વાહન કે અન્ય વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. ત્યારે જો તમે પણ આ સમયે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમે તમને જણાવીશું કે જો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. ભારતમાં ડીઝલ કારની સરખામણી પેટ્રોલ કારને વધારે પસંદ કરતા હોય છે. ત્યારે જો તમે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios કાર ખરીદવા માગો છો, તો આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળશે.
જો તમે રાજસ્થાનમાં રહો છો અને હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં તમને સસ્તી મળશે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 37 હજાર સુધી સસ્તી મળી રહી છે.
જો તમે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 6.53 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની પ્રાઇસ 6.67 લાખ રૂપિયા છે. તેથી જો તમે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Niosનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.14 હજારનો ફાયદો થશે.
હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ, તો રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ 9.83 લાખ રૂપિયા છે. તો ગુજરાતના મહેસાણામાં ટોપ મોડલ તમને 9346 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Niosનું ટોપ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.37 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો