Ducati SuperSport બાઈક ભારતના ઓટોમોબાઈલ બજારમાં નવી ડિઝાઇન અને વધુ ટેક્નોલોજી સાથે થઈ લોન્ચ

Ducatiએ તેની SuperSport સ્પોર્ટ-ટૂરિંગ મોટરસાઇકલને ભારતમાં વધુ આધુનિક અપડેટ્સ સાથે રજૂ કરી છે. બેઝ વેરિઅન્ટની કિંમત અને વધુ પ્રીમિયમ SuperSport S વેરિઅન્ટની કિંમત જાણો.

Ducati SuperSport બાઈક ભારતના ઓટોમોબાઈલ બજારમાં નવી ડિઝાઇન અને વધુ ટેક્નોલોજી સાથે થઈ લોન્ચ
Ducati Launches SuperSport Lineup in India — More Power, More Control
Image Credit source: TV9 Gujarati
| Updated on: Nov 30, 2025 | 4:23 PM

ભારતમાં ધીમે ધીમે સુપેરબઇકિંગનું ક્રેજ વધતું જાય છે અને ખાસ કરી ને યંગસ્ટર્સમાં આ ક્રેજ વધારે જોવા મળી રહ્યું છે. જ્યાં હવે Ducati, BMW, Kawasaki, Suzuki, જેવી કંપનીઓ પોતાની બાઇક ને ઉપગ્રડે કરી ભારતમાં લોન્ચ કરવા લાગી છે, ત્યાં જ અત્યારે Ducati એ તેની SuperSport 950 S બાઇકનું મોડલ લોન્ચ કર્યું છે.

નવું ડિઝાઇન, વધુ પાનીગેલ સ્ટાઇલ

2020માં SuperSportનું મોટું રીડિઝાઇન થયું હતું, જ્યાં તેને જૂની Panigaleની ડિઝાઇન ભાષાને વધુ નજીક લાવવામાં આવી. બેઝ વેરિઅન્ટની કિંમત ₹17.16 લાખ અને વધુ પ્રીમિયમ SuperSport S વેરિઅન્ટની કિંમત ₹20.10 લાખ (એક્સ-શોરૂમ, ભારત) રાખવામાં આવી છે.

અપડેટ્સમાં શું સમાવેશ થાય છે

  • વી શાર્પ LED હેડલાઇટ્સ
  • વધુ સ્કલ્પ્ટેડ અને સ્લીક ફેરિંગ
  • નાના એર ઇન્ટેક
  • નવી ડિઝાઇનની અપર વિન્ડસ્ક્રીન

Ducatiનું કહેવું છે કે નવું મોડલ પહેલા કરતાં વધુ એરોડાયનેમિક છે. પરફોર્મન્સ આંકડા યથાવત રાખવામાં આવી છે અને ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે જે બાઇકને વધરે સ્માર્ટ બનવે છે, એન્જિનની શક્તિ 110hp અને ટોર્ક 93Nm જ રાખવામાં આવ્યા છે. પરંતુ આ વખતે SuperSportમાં વધુ અદ્યતન ઇલેક્ટ્રોનિક્સનો પેકેજ ઉમેરાયો છે.

જાણો મુખ્ય ફીચર્સ

  • Bosch 6-axis IMU
  • Cornering ABS
  • Lean-sensitive Traction Control
  • Wheelie Control
  • Bi-directional Quickshifter

આ બધું નવા 4.3-ઇંચ TFT કલર ડિસ્પ્લે દ્વારા કંટ્રોલ કરી શકાય છે. Ducati SuperSport હવે વધુ મોડર્ન, વધુ સેફ અને વધુ રાઇડર-અસિસ્ટ ફીચર્સ સાથે આવે છે. સ્પોર્ટ રાઇડિંગ અને કમ્ફર્ટ ટૂરિંગ ઈચ્છતા રાઇડર્સ માટે આ બાઈક હવે વધુ બેલેન્સ્ડ પેકેજ બની ગઈ છે.

ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.