
જો તમારી કાર દરરોજ વપરાશમાં નથી આવતી, તો હવે તમારે દર વર્ષે સામાન્ય કાર વીમાનું પૂરું પ્રીમિયમ ભરવાની જરૂર નહીં પડે. ભારતમાં હવે ‘Pay-As-You-Drive’ (PAYD) કાર ઇન્સ્યોરન્સનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમારી કાર જેટલી ઓછી ચાલશે, એટલું જ ઓછું વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ નવો ઇન્સ્યોરન્સ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે જેઓ અઠવાડિયામાં થોડા જ દિવસ કાર ચલાવે છે, વર્ક ફ્રોમ હોમ કરે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે છે અથવા જેમના ઘરમાં એક કરતાં વધુ કાર છે.
Pay-As-You-Drive (PAYD) એક એવો કાર ઇન્સ્યોરન્સ પ્લાન છે, જેમાં વીમાનું પ્રીમિયમ એ વાત પર આધાર રાખે છે કે તમે વર્ષભરમાં તમારી કાર કેટલા કિલોમીટર ચલાવી છે. જ્યારે તમે આ પોલિસી ખરીદો છો અથવા રિન્યુ કરાવો છો, ત્યારે તમારે પહેલાથી જ એક વાર્ષિક કિલોમીટર મર્યાદા (લિમિટ) નક્કી કરવાની હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ 5,000 કિલોમીટર, 7,500 કિલોમીટર અથવા 10,000 કિલોમીટરનો સ્લેબ પસંદ કરી શકે છે. અલગ-અલગ વીમા કંપનીઓમાં આ સ્લેબ અલગ હોઈ શકે છે. જો તમે નક્કી કરેલી લિમિટની અંદર કાર ચલાવો છો, તો તમારે સામાન્ય કાર વીમાની સરખામણીમાં ઘણું ઓછું પ્રીમિયમ ચૂકવવું પડે છે.
વીમા કંપનીઓ કારના વપરાશનો રેકોર્ડ અલગ-અલગ રીતે રાખે છે. કેટલીક કંપનીઓ ઓડોમીટર (ગાડીનું કિલોમીટર બતાવતું મીટર) ની રીડિંગના આધારે કિલોમીટરની માહિતી લે છે. તો વળી કેટલીક કંપનીઓ ટેલીમેટિક્સ ડિવાઇસ અથવા મોબાઈલ એપ દ્વારા કારનું અંતર રેકોર્ડ કરે છે.
ના. એ સમજવું જરૂરી છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ સરકાર અને નિયમનકારી સંસ્થા (IRDAI) દ્વારા નક્કી કરવામાં આવે છે. તેથી તેમાં કોઈ છૂટ મળતી નથી. PAYD યોજનામાં બચત માત્ર ‘ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ’ (Own Damage Insurance) વાળા ભાગમાં જ થાય છે, એટલે કે તમારી પોતાની કારને થનારા નુકસાનના વીમા પર જ આ ડિસ્કાઉન્ટ મળે છે.
આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ઉત્તમ માનવામાં આવે છે જેઓ:
આવા લોકો માટે PAYD પ્લાનથી દર વર્ષે સારી એવી બચત થઈ શકે છે.
જો તમે રોજ ઓફિસ જવા માટે કારનો ઉપયોગ કરો છો અથવા દર મહિને લાંબી મુસાફરી કરો છો, તો PAYD પ્લાન તમારા માટે બહુ ફાયદાકારક સાબિત નહીં થાય. જો તમે નક્કી કરેલી કિલોમીટરની લિમિટ પાર કરી લો છો, તો વીમા કંપની તમારી પાસેથી વધારાનું પ્રીમિયમ લઈ શકે છે અથવા તમને આગામી મોટા સ્લેબમાં ટ્રાન્સફર કરી શકે છે. આ નિયમ દરેક કંપનીમાં અલગ-અલગ હોઈ શકે છે.
માત્ર ઓછું પ્રીમિયમ જોઈને જ PAYD પ્લાન ન ખરીદો. પહેલાં એ ચોક્કસ તપાસી લો કે કંપની કારનું અંતર કેવી રીતે માપે છે? નક્કી કરેલી મર્યાદા પાર થવા પર કયા નિયમો લાગુ થશે? શું વર્ષની વચ્ચે કિલોમીટર સ્લેબ વધારવાની સુવિધા મળશે? અને તેના માટે કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? પોલિસી ખરીદતા પહેલાં તેના તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચવી ખૂબ જરૂરી છે. જો તમારી કાર વર્ષભર ઓછી ચાલતી હોય, તો PAYD ઇન્સ્યોરન્સ તમારા માટે પૈસા બચાવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો તમે રોજ વધુ અંતર કાપતા હોવ, તો સામાન્ય કાર ઇન્સ્યોરન્સ જ તમારા માટે બેસ્ટ રહેશે.