Drink and Drive : બ્લડમાં કેટલો આલ્કોહોલ જોવા મળે તો ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ થાય ?

|

Dec 31, 2024 | 6:24 PM

દારૂ પીને ડ્રાઇવિંગ કરવા પર પોલીસ કેસ કરે છે, જ્યારે તમારા બ્લડમાં BAC નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ થાય છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેટલો દારૂ પીધો હશે તો તમારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. કેટલો દંડ થશે અને કેટલા મહિના જેલમાં વિતાવવા પડશે.

Drink and Drive : બ્લડમાં કેટલો આલ્કોહોલ જોવા મળે તો ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ થાય ?
Drink and Drive

Follow us on

દારૂ પીને ડ્રાઇવિંગ કરવા પર પોલીસ કેસ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ કરવા માટે બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ? તમારામાંથી મોટા ભાગનાને ખબર નહીં હોય. જ્યારે તમારા બ્લડમાં BAC નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ થાય છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેટલો દારૂ પીધો હશે તો તમારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. કેટલો દંડ થશે અને કેટલા મહિના જેલમાં વિતાવવા પડશે.

બ્લડમાં આલ્કોહોલના પ્રમાણના આધારે થાય છે કેસ

ભારતમાં વ્યક્તિગત વાહનો ચલાવનારાઓ માટે BAC બ્લડ આલ્કોહોલ કેન્ટેન્ટની મર્યાદા 0.03 ટકા (100ml બ્લડમાં 30mg આલ્કોહોલ) નક્કી કરવામાં આવી છે. જો આપણે કોમર્શિયલ વાહનો ચલાવનારાઓ વિશે વાત કરીએ તો, પરવાનગીની મર્યાદા શૂન્ય પર નિર્ધારિત કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે કોમર્શિયલ વાહનો ચલાવતા લોકોના બ્લડમાં બિલકુલ આલ્કોહોલનું પ્રમાણ ન હોવું જોઈએ.

કેટલો થશે દંડ અને સજા ?

દારૂ પીને વાહન ચલાવવા બદલ તમારે દંડ ભરવો પડી શકે છે અને જેલમાં પણ જવું પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ, જો તમે પહેલીવાર દારૂ પીને ડ્રાઇવિંગ કરતા પકડાવ છો, તો તમારે 6 મહિનાની જેલ અથવા 2,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે. ઘણા કિસ્સાઓમાં તમને આ બંને સજા મળી શકે છે. જો તમે ત્રણ વર્ષમાં બીજી વખત પકડાઈ જાઓ છો, તો તમને બે વર્ષ સુધીની જેલ અથવા 3,000 રૂપિયાનું ચલણ અથવા બંને થઈ શકે છે.

Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો
ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?
Chanakya Niti : ધનવાન બનાવી દેશે આચાર્ય ચાણક્યની આ 5 વાતો !

ઉપર જણાવ્યા મુજબ, કોમર્શિયલ વાહનો ચલાવતા લોકો માટે BAC મર્યાદા શૂન્ય છે. આનો અર્થ એ થયો કે જેઓ તેમના કોમર્શિયલ વાહનો ચલાવે છે તેમને ક્યાંય પણ બક્ષવામાં આવશે નહીં. જો દારૂના નશામાં જોવા મળે તો તેમને દંડ અને જેલની સજા બંને ભોગવવી પડી શકે છે.

નોંધ : ગુજરાત સહિત જે રાજ્યોમાં દારૂબંધી છે, ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. અહીં જો તમે દારૂ પીધેલી હાલતમાં પકડાશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Next Article