ચાલતી ગાડીમાં બ્રેક ફેઈલ થવી ખતરનાક બની શકે છે, પરંતુ ગભરાવાને બદલે શાંત રહેવું ખૂબ જરૂરી છે. કાર પર નિયંત્રણ રાખો અને વારંવાર બ્રેક દબાવો. ગિયર ડાઉન કરીને ‘એન્જિન બ્રેકિંગ’નો ઉપયોગ કરો. સ્પીડ ઓછી થાય ત્યારે ધીમે-ધીમે હેન્ડબ્રેક લગાવો. સાથે જ, ગાડીને સુરક્ષિત જગ્યાએ વાળો જેથી અકસ્માતથી બચી શકાય.
સૌથી પહેલા જરૂરી છે કે ગભરાવું નહીં, જ્યારે તમને લાગે કે બ્રેક કામ નથી કરી રહી, ત્યારે તરત જ ગભરાય વગર શાંતિ જાળવીને કાર પર કંટ્રોલ બનાવી રાખવો. સ્ટેયરિંગને મજબૂતીથી પકડીએ અને ધ્યાન રાખવું કે ગાડી કોઈ બીજી કાર કે વ્યક્તિને ના અથડાય.
તેના પછી વારંવાર બ્રેક પેડલ દબાવવાની કોશિશ કરવી. ઘણી વાર બ્રેક સિસ્ટમમાં નાની ખામી હોય છે, તે વરંવાર બ્રેક પેડલ દબાવવાથી દૂર થઈ શકે છે. આ કરવાથી બ્રેક ફરીથી કામ કરવા લાગે છે અને ગાડીને રોકવામાં મદદ મળી શકે છે.
જ્યારે ગાડીની સ્પીડ થોડી ઓછી થઈ જાય, ત્યારે તમે હેન્ડ બ્રેકનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આમાં તમારે સાવચેતી રાખવી જરૂરી છે. હેન્ડ બ્રેકને ધીમે-ધીમે ઉપર ખેંચવી, આચનક જોરથી ન ખેંચવી. જો તમે હેન્ડ બ્રેક જોરથી ખેંચશો તો ગાડીના પાછળના ટાયર લોક થઈ શકે છે. જેના કારણે ગાડી લપસી શકે છે અથવા પલટી પણ ખાઈ શકે છે.
બીજો રસ્તો એ છે કે, જો શક્ય હોય તો ગાડીને રસ્તાની બાજુમાં અથવા તો સુરક્ષિત જગ્યાએ વાળવાનો પ્રયત્ન કરો. તમે હળવો ચઢાણવાળો રસ્તો, માટીવાળો રસ્તો અથવા ખુલ્લી જગ્યા શોધી શકો છો, જ્યાં ગાડી જાતે જ ધીરે-ધીરે ઉભી રહી જાય. અંતમાં, હંમેશા યાસ રાખવું કે આવી પરિસ્થિતિમાં ધૈર્ય અને સમજદારી મોટી તાકાત હોય છે. યોગ્ય સમયે યોગ્ય પગલું ભરીને તમે તમારી જાતને અને બીજાઓને સુરક્ષિત રાખી શકો છો.
શું તમને ખબર છે, સિલિન્ડરમાંથી ગેસ લીક થાય ત્યારે ગંધ કેમ આવે છે ? જાણો તેની પાછળનું સાચું કારણ…