AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો પ્રાણી તમારી Car પર હુમલો કરે અથવા કોઈપણ રીતે નુકસાન પહોંચાડે તો શું વીમા કંપની આપે છે પૈસા ? જાણો અહીં

ગાયો, બળદ કે અન્ય કોઈ પ્રાણીની ટક્કરથી અકસ્માતો થતા હોય છે. આવી સ્થિતિમાં જાન-માલના નુકસાનનો ભય રહે છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે લોકો વાહનનો વીમો કરાવે છે.

જો પ્રાણી તમારી Car પર હુમલો કરે અથવા કોઈપણ રીતે નુકસાન પહોંચાડે તો શું વીમા કંપની આપે છે પૈસા ? જાણો અહીં
Does the insurance company give money if animal attack on your car
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 1:22 PM
Share

ખેતર હોય કે રોડ, દરેક જગ્યાએ રખડતા પશુઓની સમસ્યા છે. રખડતી ગાયો કે આખલાઓ માત્ર ખેતરોને નુકસાન નથી પહોંચાડતા પણ ક્યારેક રસ્તા પર અકસ્માતનું કારણ પણ બને છે. આપણે દરરોજ જોઈએ છીએ કે ગાયો, બળદ કે અન્ય કોઈ પ્રાણીની ટક્કરથી અકસ્માતો થતા હોય છે. આવી સ્થિતિમાં જાન-માલના નુકસાનનો ભય રહે છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે લોકો વાહનનો વીમો કરાવે છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે જો પ્રાણીઓ ગાડી કે અન્ય કોઈ વાહન પર હુમલો કરે અથવા કાર  પ્રાણી સાથે અથડાયને નુકસાન પહોંચે તો શું વીમા કંપની તેના પૈસા ચૂકવે છે?

પ્રાણીઓ વાહનને નુકસાન પહોંચાડે તો વીમાનું વળતર મળશે?

ભારતમાં ફરતી વખતે આપણને દરેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ગાય, બળદ, કૂતરા અને વાનર જેવા પ્રાણીઓ રસ્તા પર જોવા મળે છે. તેઓ ઘણીવાર અકસ્માતનું કારણ બને છે અથવા વાહનો સાથે અથડાય છે. કોઈપણ નુકસાન ટાળવા માટે તમારે રક્ષણની જરૂર છે. પરંતુ પ્રાણી સાથે અથડામણ જેવા કિસ્સામાં શું વાહનને નુકસાન થાય તો તેનુ વળતર મળી શકે છેને બધાને ચિંતા હોય છે કારણ કે ક્યારેક એવું બને બે બળદો લડતા હોય અને સીધા લડતા લડતા તમારી કાર સાથે અથડાય અને કાચ તૂટે કે અન્ય કોઈ નુકસાન પહોંચે ત્યારે મોટો ખર્ચો આવી પડે. ત્યારે શું વીમા કંપની તેનુ વળતર ચૂકવશે?

આ વીમાથી મળે છે પૈસા

ભારતમાં મોટાભાગની વીમા કંપનીઓ પ્રાણીઓના હુમલાને કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લે છે. જો કે, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોને કવર કરતું નથી. જો તમારે નુકસાનથી બચવું હોય તો માત્ર કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પ્લાન જ ખરીદવો જોઈએ.

પ્રાણીઓ આ રીતે પહોંચાડે છે નુકસાન

  • અહીં તમે જોઈ શકો છો કે પ્રાણીઓના કારણે કેવી રીતે અકસ્માતો થાય છે.
  • રસ્તાની વચ્ચે પ્રાણીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, ડ્રાઈવર ક્યાંક બીજે અથડાઈ શકે છે. વીમા કંપની આવા નુકસાનની ભરપાઈ કરે છે.
  • જો ઘરમાં કોઈ પાલતુ પ્રાણી હોય, જેમ કે કૂતરો, તો તે સીટો ફાડી ખાય છે અને નુકસાન પહોંચાડી શકે છે. આ બાબત પણ આવરી લેવામાં આવે છે.
  • આ સિવાય ઉંદરો પણ કારને નુકસાન પહોંચાડે છે. બીજી તરફ કોઈ બળદ કે ગાય કાર પર ચડી જાય તો મોટું નુકસાન થઈ શકે છે.

કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસી શું હોય છે?

આના જેવી વિવિધ શરતો કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લેવામાં આવી છે. આવા લાભો થર્ડ પાર્ટીમા ઉપલબ્ધ નથી. કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને થતા લગભગ દરેક નુકસાનને આવરી લે છે. એટલા માટે આ પોલિસી લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સપૂર્ણ વીમો અથવા એકંદર વીમો કહેવામાં આવે છે આ એક એવી વીમા યોજના છે, જેમાં અકસ્માતમાં થયેલા તમામ પ્રકારના નુકસાન માટે વળતર આપવામાં આવે છે. આમાં, વીમા કંપની તમારા પોતાના વાહનને થયેલા નુકસાન માટે વળતર આપે છે. આ સાથે, તમારી વીમા કંપની તમારા વાહન દ્વારા કોઈ અન્યના વાહન અથવા મિલકત અથવા શરીરને થયેલા નુકસાન માટે વળતર પણ ચૂકવે છે. આ ઉપરાંત, તમે શારીરિક ઈજાના કિસ્સામાં 15 લાખના ફરજિયાત વ્યક્તિગત અકસ્માત વીમાનો લાભ પણ મેળવી શકો છો.

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
g clip-path="url(#clip0_868_265)">