Car AC Knowledge: તમારી કારનું AC કેટલા ટનનું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે ? જાણો દરેક પ્રશ્નનો સચોટ જવાબ

આજના પ્રદૂષણ અને ગરમીના સમયમાં AC વગર કાર ચલાવવી અશક્ય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કારનું AC સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેની ક્ષમતા કેટલી હોય છે? ટેકનિકલ વિભાગની મદદથી જાણો કાર AC ના ફંક્શન, ટન અને માઈલેજ પર થતી અસર વિશેની તમામ વિગતો.

Car AC Knowledge: તમારી કારનું AC કેટલા ટનનું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે ? જાણો દરેક પ્રશ્નનો સચોટ જવાબ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 29, 2026 | 3:42 PM

આજના સમયમાં વધતા પ્રદૂષણ અને ગરમીને કારણે AC વગર કાર ડ્રાઈવ કરવાની કલ્પના પણ કરી શકાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારી કારમાં વપરાતું AC કેટલા ટનનું હોય છે? અને તે કેવી રીતે કામ કરે છે?

કાર એર કન્ડિશનરના મુખ્ય ભાગો (Components):

કન્ડેન્સર, રિસીવર, ડ્રાયર, કમ્પ્રેસર, એક્સપાન્શન વાલ્વ, ઈવેપોરેટર

કેવી રીતે કામ કરે છે કારનું AC સિસ્ટમ?

આજની કારોમાં HVAC (Heating Ventilation and Air Conditioning) સિસ્ટમ હોય છે જે કૂલિંગ અને હીટિંગ બંને કામ કરે છે.

  • કૂલિંગ મોડ:

આ મોડમાં ‘રેફ્રિજન્ટ’ નામના પ્રવાહીનો ઉપયોગ થાય છે., કમ્પ્રેસર રેફ્રિજન્ટને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરમાં બદલે છે., ત્યારબાદ કન્ડેન્સરમાં આ ગેસ પ્રવાહીમાં ફેરવાય છે અને ગરમી છોડે છે., એક્સપાન્શન વાલ્વ દ્વારા તેનું દબાણ ઘટાડવામાં આવે છે, જેથી તે અત્યંત ઠંડુ પ્રવાહી-વરાળ મિશ્રણ બને છે., છેલ્લે, આ ઠંડી હવા ડેશબોર્ડના એર વેન્ટ્સ દ્વારા કેબિનમાં પહોંચે છે.

  • હીટિંગ મોડ:

હીટિંગ માટે એન્જિનની ગરમીનો ઉપયોગ થાય છે., એન્જિનનું ગરમ કુલન્ટ ડેશબોર્ડમાં રહેલા હીટર દ્વારા વહે છે., જ્યારે યુઝર ટેમ્પરેચર નોબ વધારે છે, ત્યારે હવા આ હીટર પરથી પસાર થઈને કેબિનને ગરમ કરે છે.

શ્રેષ્ઠ કૂલિંગ મેળવવા માટેની ટિપ્સ:

  • ભીષણ ગરમીમાં: પહેલા કારની વિન્ડો ખોલો, બ્લોઅરને ‘લેગ મોડ’ (પગ તરફ) માં ચલાવી ગરમ હવા બહાર કાઢો, પછી એસી ચાલુ કરી વિન્ડો બંધ કરો.
  • વરસાદ અને ભેજમાં: એસીને કૂલ મોડ પર રાખી ‘ડીફ્રોસ્ટ’ ઓન કરો જેથી વિન્ડશીલ્ડ પરની ધુમ્મસ સાફ થાય. બહાર ભેજ વધુ હોય તો ‘રીસર્ક્યુલેશન મોડ’ વાપરો.
  • શિયાળામાં: એસીને સમયાંતરે ચલાવતા રહો જેથી કાચ પર ફોગ ન જામી જાય.

કારનું AC કેટલા ટનનું હોય છે?

એસીની ક્ષમતા માપવા માટે ‘ટન’ (Ton) નો ઉપયોગ થાય છે.

કારનો પ્રકાર કૂલિંગ પોઈન્ટ ક્ષમતા (ટન)
હેચબેક અને સેડાન સિંગલ કૂલિંગ પોઈન્ટ 1 થી 1.2 ટન
SUV (સ્પોર્ટ્સ યુટિલિટી) સિંગલ/ડ્યુઅલ પોઈન્ટ 1.3 થી 1.5 ટન
  • 12,000 BTU એટલે 1 ટન માનવામાં આવે છે. શું તમને ખબર છે કે BTU એટલે શું … ? ચાલો જાણીએ

સરળ ભાષામાં કહીએ તો, એક પાઉન્ડ પાણીનું તાપમાન 1 ડિગ્રી ફેરનહીટ વધારવા માટે જેટલી ગરમી જોઈએ તેને 1 BTU કહેવાય. AC ના કિસ્સામાં, તે એ બતાવે છે કે AC એક કલાકમાં તમારી રૂમમાંથી કેટલી ગરમી બહાર કાઢી શકે છે (BTU/h).

  • ટન અને BTU નો સંબંધ

1 ટન ઠંડક = 12,000 BTU/h

જો કોઈ કહે કે આ 1.5 ટનનું AC છે, તો તેનો અર્થ એ કે તેની ક્ષમતા 18,000 BTU/h છે. જો તમારી પાસે 250-350 સ્ક્વેર ફૂટની રૂમ હોય, તો 9,000 BTU નું વિન્ડો AC પૂરતી ઠંડક આપશે. જો 800-1,200 સ્ક્વેર ફૂટની મોટી જગ્યા હોય, તો 24,000 BTU (એટલે કે 2 ટન)નું સિસ્ટમ લગાવવું પડે.

શું ફેન સ્પીડ વધારવાથી માઈલેજ ઘટે છે?

હા, અસર પડે છે પણ તે ખૂબ જ મામૂલી હોય છે.

  • મેન્યુઅલ AC: ફેન સ્પીડ વધારવાથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર 30 થી 65 વોટ જેટલો ભાર વધે છે, જે માઈલેજ પર નજીવી અસર કરી શકે છે.
  • ઓટોમેટિક AC (FATC): આ સિસ્ટમ એનર્જી એફિશિયન્સી માટે ડિઝાઇન કરેલી હોય છે. તે પોતે જ ફેન સ્પીડ અને કમ્પ્રેસરને એડજસ્ટ કરે છે, જેથી માઈલેજ પર કોઈ ખાસ અસર પડતી નથી.

West Bengal Elections 2026 : દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં લાઠીચાર્જ, EVMમાં ભાજપના ચિન્હ પર પટ્ટી ચોંટાડેલી મળી

Follow Us