AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Hero લાવી રહ્યું છે પહેલી Flex Fuel બાઈક, આ તારીખે ભારતમાં થશે લોન્ચ

ઈથેનોલ બ્લેડિંગ પર સરકારના વધતા ફોક્સ વચ્ચે ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Hero MotoCorp ફ્લેક્સ ફ્યુલ ટેક્નોલોજીની રેસમાં ઉતરવા જઈ રહી છે. કંપની 3 જુનના રોજ પહેલી ફ્લેક્સ ફ્યુલ બાઈક લોન્ચ કરશે.

Breaking News : Hero લાવી રહ્યું છે પહેલી Flex Fuel બાઈક, આ તારીખે ભારતમાં થશે લોન્ચ
| Updated on: May 29, 2026 | 8:28 AM
Share

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ પોતાની પહેલી ફ્લેક્સ ફ્યુલ બાઈક લઈને આવી રહ્યું છે. કંપની 3 જુનના રોજ પોતાની પહેલી ફ્લેક્સ ફ્યુલ ટુ-વ્હીલર લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નિતિન ગડકરી હાજર રહેશે. આ સિવાય કાર્યક્રમમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર હરદીપ સિંહ પુરી પણ સામેલ થશે.

હીરો મોટોકોર્પ એવા સમયે આ બાઈક લોન્ચ કરી રહ્યું છે. જ્યારે દેશભરમાં ફ્લેક્સ ફ્યુલ પર ચર્ચા થઈ રહી છે. સરકારે હાલમાં એક નોટિફિકેશન જાહેર કર્યું હતુ. જેમાં પેટ્રોલમાં ઈથેનોલની માત્રા વધતા ઈન્ડસ્ટ્રીસૂચનો માંગ્યા છે. ત્યારબાદથી દેશમાં ફ્લેક્સ ફ્યુલની ચર્ચા થઈ રહી છે.

શું હોય છે ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ?

ફ્લેક્સ ફ્યુલ પર કામ કરનારી બાઈક કે કાર પોતાની સામાન્ય ગાડીની જેમ હોય છે. જેમાં તફાવત માત્ર એન્જિનનો હોય છે. જેમાં ગાડીઓમાં મળનારું એન્જિન પેટ્રોલ કે ડિઝલનો ઉપયોગ કરી પાવર જનરેટ કરે છે. તો ફ્લેક્સ ફ્યુલમાં પણ ઈન્ટરનલ કંબસ્ચન એન્જિન મળે છે. જે પેટ્રોલ અને ઈથેનોલના બ્લેડ પર કામ કરી શકે છે.

આ એન્જિન E85 ફ્યુલ પર ચાલી શકે છે. જેમાં 85 ટકા ઈથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે. હાલમાં ભારતીય બજારમાં E20 પેટ્રોલ મળી રહ્યું છે. સરકારનો ટાર્ગેટ E100 પર ચાલનાર વાહનો સુધી પહોંચવાનો છે.આનાથી તમારી ગાડી ઓછા બ્લેડ વાળું પેટ્રોલ પર વધારે બ્લેડવાળું ફ્યુલ પર ચાલી શકશે.

હીરો મોટોકોર્પની પહેલી ફ્લેક્સ ફ્યુલ બાઈક

હીરોએ નથી જણાવ્યું કે, તેની પહેલી ફ્લેક્સ ફ્યુલ મોટરસાઈકલ કઈ હશે. રિપોર્ટ અનુસાર કંપની સ્પલેન્ડર કે પછી એચએફ ડીલ્કસ પર બેસ કોઈ પણ બાઈકને આ સુવિધા સાથે લોન્ચ કરી શકાય છે.

આ નેમપ્લેટ્સ કંપનીના પોર્ટફોલિયામાં ખુબ ફેમસ છે, તો બ્રાન્ડ આમાં કોને પસંદ કરે છે. આ સિવાય કંપનીએ ભારત મોબિલિટી એક્સપો 2025માં જે ફ્લેક્સ ફ્યુલબાઈક દેખાડી હતી. તે પણ એચએફ ડીલ્ક્સ પર બેસ હતી.હાલમાં ભારતમાં માત્ર સુઝુકીની જિક્સર એસએફ 250 જ એવી બાઈક છે. જે ફ્લેક્સ ફ્યુલ પર ચાલી શકે છે. આ બાઈક 249 સીસીના સિંગલ સિલેન્ડર એન્જિન સાથે આવે છે. જેની કિંમત 1.98 લાખ રુપિયા શોરુમ છે. હોન્ડાએ પણ ફ્લેક્સ ફ્યુલ એન્જિન વાળી CB300F ને ભારતમાં લોન્ચ કરી હતી. પરંતુ ત્યારબાદ ડિસ્કંન્ટીન્યુ કરી હતી.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ટુ-વ્હીલર્સનું પ્રભુત્વ છે, વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">