
ભારતની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની Ather Energy એ તેના સ્કૂટર્સને વધુ સ્માર્ટ બનાવી દીધા છે. કંપનીએ ‘Voice on Ather’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી હવે રાઇડર હાથ લગાવ્યા વગર માત્ર અવાજ (વોઇસ કમાન્ડ) આપીને ઘણા કામ કરી શકશે. ખાસ વાત એ છે કે, આગામી સમયમાં આ સ્કૂટર પોતે પણ રાઇડર સાથે વાત કરશે અને જરૂરી માહિતી આપશે.
Ather ના Gen 3 અને તેનાથી નવા મોડલ્સમાં આ ફીચર આપવામાં આવ્યું છે. Ather 450X, 450 Apex અને Rizta Z ના રાઇડર્સ હવે બ્લૂટૂથ હેડસેટ અથવા Halo સ્માર્ટ હેલ્મેટ દ્વારા સ્કૂટરને વોઇસ કમાન્ડ આપી શકે છે. રાઇડર માત્ર બોલીને નેવિગેશન શરૂ કરી શકે છે, કોઈ સ્થળની માહિતી શોધી શકે છે અને નજીકના ચાર્જિંગ સ્ટેશનને લગતી ખબર મેળવી શકે છે.
Future of all interfaces on a two wheeler – voice!
We have been excited about it for a long time. Ather pretty much invented the concept of touch screens on 2Ws (being the first to do that on a production bike) and we continue to invest heavily into capabilities and feature sets… pic.twitter.com/ziqEOOLW1l
— Tarun Mehta (@tarunsmehta) June 9, 2026
Ather 450X – ₹ 1,52,499 શરૂઆતી કિંમત
450 Apex – ₹ 1,94,999 શરૂઆતી કિંમત
Rizta Z – ₹ 1,36,999 શરૂઆતી કિંમત
જો કે, જેમ-જેમ આ મોડલમાં નવા ફીચર્સ ઉમેરાશે, તેમ તેની કિંમતમાં વધારો થઈ શકે છે.
નવું ફીચર માત્ર રસ્તો બતાવવા પૂરતું મર્યાદિત નથી. રાઇડર્સ વોઇસ કમાન્ડ દ્વારા ફોન કોલ કરી શકે છે, મ્યુઝિક કંટ્રોલ કરી શકે છે અને સ્કૂટરના ઘણા સેટિંગ્સ પણ બદલી શકે છે. આમાં ટ્રેક્શન કંટ્રોલ અને Magic Twist રીજનરેશન લેવલ જેવી સુવિધાઓને પણ પોતાના અવાજ દ્વારા કંટ્રોલ કરી શકાય છે.
Ather નું કહેવું છે કે, આ સિસ્ટમ LLM અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેકનોલોજી પર આધારિત છે. કંપની ભવિષ્યમાં તેને વધુ એડવાન્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં સ્કૂટર પોતે રાઇડર સાથે વાતચીત કરશે અને રસ્તા, બેટરી, સેફ્ટી તથા અન્ય જરૂરી બાબતો સાથે જોડાયેલી માહિતી, સૂચનો અને એલર્ટ આપશે. આનાથી રાઇડિંગનો અનુભવ પહેલા કરતાં વધુ સ્માર્ટ અને સુરક્ષિત બની જશે.