સુરતના યુવાને પુલવામા હુમલાથી લઈને એર-સ્ટ્રાઈક સુધીની ઘટનાના સ્કૅચ માત્ર એક જ દિવસમાં બનાવ્યા!
સુરતના એક યુવાન પેઇન્ટરે પુલવામા હુમલા પછી પોતાની લાગણી કાગળ પર ઉતારી છે. સુરતના 21 વર્ષીય દીપ જરીવાળા સ્કેચ આર્ટિસ્ટ છે. તેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તે પછી ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર સર્જીકલ સ્ટ્રાઈકના દશ્યો કાગળ પર ઉતાર્યા છે. દીપને આ ચિત્ર બનાવતા એક જ દિવસ લાગ્યો છે. તેણે પોતાની કલાથી આખી […]
Follow us on
સુરતના એક યુવાન પેઇન્ટરે પુલવામા હુમલા પછી પોતાની લાગણી કાગળ પર ઉતારી છે. સુરતના 21 વર્ષીય દીપ જરીવાળા સ્કેચ આર્ટિસ્ટ છે. તેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તે પછી ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર સર્જીકલ સ્ટ્રાઈકના દશ્યો કાગળ પર ઉતાર્યા છે.
દીપને આ ચિત્ર બનાવતા એક જ દિવસ લાગ્યો છે. તેણે પોતાની કલાથી આખી ઘટનાને પોતાના સ્કેચમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. જોતા જ એક પછી એક લેવાયેલાં તમામ પગલાંનો ચિતાર મળી જાય છે. આમ દીપે પોતાના એક જ દિવસમાં પુલવામા હુમલાથી લઈને સર્જિકલ એર-સ્ટ્રાઈક સુધીની ઘટનાને પોતાના વડે તાદ્દશ રીતે વર્ણવી છે.