દેશમાં જવાનોની શહાદત બાદ ઉગ્ર માહોલ, પાલનપુરમાં યુવાનો નીકળ્યા રસ્તા પર, કરી સરકારને આ ખાસ માગ
આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણેથી દરેક ઉંમરની વ્યક્તિ પોતપોતાની રીતે આક્રોશ અને વિરોધ પ્રદર્શિત કરી રહી છે. ત્યારે પાલનપુરમાં વિદ્યાર્થીઓએ જંગી રેલી કાઢી. કોલેજમાં ભણતાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા. સૈનિકોની મોતના મામલે વિદ્યાર્થીઓમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, સૈનિકોની […]
Follow us on
આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણેથી દરેક ઉંમરની વ્યક્તિ પોતપોતાની રીતે આક્રોશ અને વિરોધ પ્રદર્શિત કરી રહી છે.
ત્યારે પાલનપુરમાં વિદ્યાર્થીઓએ જંગી રેલી કાઢી. કોલેજમાં ભણતાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા. સૈનિકોની મોતના મામલે વિદ્યાર્થીઓમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, સૈનિકોની શહાદત સાંખી ન લેવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આ રેલી કાઢી છે. સાથે જ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માગ કરી કે સરકાર યોગ્ય કાર્યવાહી કરે.