ડ્રગ્સનું ડર્ટી કનેક્શન- રિયા ચક્રવર્તી પર એનસીબીનો સકંજો, જલ્દી ધરપકડની શક્યતા

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સના ડર્ટી કનેક્શનને લઇને રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની (NCB) ઓફિસ પહોંચી ગઈ છે. રિયાના ભાઈ શોવિકની સાથે રિયા, સેમ્યૂલ મિરાંડા અને દિપેશ સાવંતને બેસાડીને તમામના સ્ટેમેન્ટ ક્રોસ વેરિફાઈ કરવામાં આવશે. રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું જો પ્રેમ કરવો ગુનો છે તો રિયા સજા માટે તૈયાર છે. સાથે જ […]

ડ્રગ્સનું ડર્ટી કનેક્શન- રિયા ચક્રવર્તી પર એનસીબીનો સકંજો, જલ્દી ધરપકડની શક્યતા
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:04 PM

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સના ડર્ટી કનેક્શનને લઇને રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની (NCB) ઓફિસ પહોંચી ગઈ છે. રિયાના ભાઈ શોવિકની સાથે રિયા, સેમ્યૂલ મિરાંડા અને દિપેશ સાવંતને બેસાડીને તમામના સ્ટેમેન્ટ ક્રોસ વેરિફાઈ કરવામાં આવશે.

રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું જો પ્રેમ કરવો ગુનો છે તો રિયા સજા માટે તૈયાર છે. સાથે જ તેમણે ક્હ્યુ કે રિયા નિર્દોષ છે અને એટલે અત્યાર સુધી તેઓ એ આગોતરા જામીન મેળવવા અરજી નથી કરી. એનસીબી ની પૂછપરછમાં શોવિક અને દિરેશએ જણાવ્યૂ હતૂ કે રિયા ના કહેવા પર તેઓ ડ્રગ્સની ખરીદી કરતા હતા. સાથે જ તેઓએ એ પણ ખુલાસો કર્યો છે કે સુશાંતના ઘરે ડ્રગ્સ પાર્ટી કરતા હતા, જેમાં રિયા, સુશાંત અને શોવિક સાથે ડ્રગ્સનું સેવન કરતા હતા. મુંબઈ નજીક પાવના રિઝોર્ટ અને ગોવાના વોટરસ્ટોન રિઝોર્ટમાં પણ તેઓ ડ્રગ્સ પાર્ટી કરતા હોવાનું નિવેદનમાં ઉલ્લેખ છે.  હવે જોવું રહ્યૂ કે રિયાની ધરપકડ થાય છે કે કેમ ? અને આ ડ્રગ્સ કૌંભાડમાં કયા મોટા નામ સામે આવે છે.

આ પણ વાંચોઃમોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હજુ પણ વિલંબમાં, બુલેટ ટ્રેન સામે ખેડૂતોની નારાજગી, જમીન સંપાદન સામે બુંગીયો ફુકવા આવતીકાલે ખેડૂતોની મળશે બેઠક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

Published On - 9:24 am, Sun, 6 September 20