કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં દીકરીને તેના પિતાની મિલકતમાં અધિકાર નથી હોતો? જાણો કાનુન

ભારતમાં સૌથી મોટો વિવાદ સંપત્તિનો હોય છે. હંમેશા દીકરો કે દીકરી વચ્ચે સંપત્તિને લઈને વિવાદ જોવા મળતો હોય છે. નવા કાનુન હેઠળ બંન્નેનો પિતાની સંપત્તિ પર બરાબરનો અધિકાર હોય છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં દીકરીઓનો પિતાની સંપત્તિ પર અધિકાર રહેતો નથી. જાણો કાનુન શું કહે છે.

| Updated on: Apr 23, 2026 | 7:29 AM
1 / 6
 પિતાની મિલકત પર દીકરીઓના અધિકારો પર વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. 2005ના કાયદાને અનુસરીને દીકરીઓને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં, તેમને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.

2 / 6
જો પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પહેલા થયું હોય અને મિલકતની વહેચણી થઈ ગઈ હોય, તો દીકરી પિતાની મિલકત પર કોઈ દાવો કરી શકતી નથી.

3 / 6
કેટલાક ખાસ કાનુની પરિસ્થિતિમાં એવું પણ છે કે, જેમાં દીકરીનો પિતાની સંપત્તિ પર અધિકાર પૂર્ણ થઈ જાય છે. સૌથી મહત્વનું છે વસિયતનામું. જો પિતાની મિલકતસ્વ-સંપાદિત હોય, એટલે કે તે તેની પોતાની કમાણીથી ખરીદવામાં આવી હોય, તો તે વસિયતનામા દ્વારા દીકરીને મિલકતમાંથી દુર કરી શકે છે.

4 / 6
પિતા પોતાની સંપત્તિ વસિયતનામા દ્વારા કોઈપણ વ્યક્તિને આપી શકે છે. ફક્ત તેના દીકરાને કે તેની દીકરીને, અથવા તો બહારના કોઈને પણ વ્યક્તિને. વસિયતનામું નહીં હોય તો અથવા જો પિતા વસિયતનામા વિના મૃત્યુ પામે છે, તો મિલકત તેની પત્ની, દીકરો ,દીકરી અને માતા વચ્ચે 'વર્ગ-1 વારસદાર' તરીકે સમાન રીતે વહેંચવામાં આવશે, અને દરેકને સમાન હિસ્સો મળશે.

5 / 6
જો પિતાની મિલકત સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ હોય તો દીકરી કે પરિવારનો કોઈ અન્ય સભ્ય તેના પર હકનો દાવો કરી શકતો નથી.

6 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

Follow Us