
આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે. જો કે વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં રાહત મળવાની શકયતાઓ છે. રાજ્યમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.
બંગાળની ખાડી હાલ સક્રિય થઇ ગઇ છે. એક મજબૂત સિસ્ટમ પણ બની ગઇ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે. 26 તારીખે આ વાવાઝોડું તામિલાનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે.
બંગાળની ખાડીમાં રચાયેલી ચક્રવાતી સિસ્ટમ 24 નવેમ્બર એટલે કે આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને પછી ‘સેન્યાર’ નામના શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે. ભારે વરસાદ, ભારે પવન અને તોફાની સમુદ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશના જિલ્લાઓને 27-30 નવેમ્બરના રોજ સંભવિત લેન્ડફોલ માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જો વાવાઝોડું રચાય છે. તો તે 26 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે.
અગાઉ, તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા ત્રાટક્યું હતું. આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. જોકે, હાલમાં જે સિસ્ટમ રચાઈ રહી છે તે વિષુવવૃત્તની ખૂબ નજીક છે, જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે.
બીજી તરફ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, જ્યારે દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યો માટે કાતિલ ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે.
રવિવારથી ઠંડી વધુ તીવ્ર બનશે. સવારે હળવું ધુમ્મસ રહેશે, સવારે અને રાત્રે ઠંડી રહેશે. મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પવનની ગતિ 10-15 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.