Rain Update : ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદના (Rain) વિરામ બાદ સપ્ટેમ્બર માસમાં મેઘરાજા મહેરબાન થયા છે. જો કે છેલ્લા બે દિવસથી વરસાદે ગુજરાતને બેટમાં ફેરવી દીધુ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. વરસાદી વાતાવરણના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઘણા સ્થળોએ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો- Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ કાર્યરત છે. ગુજરાતમાં પૂર ગ્રસ્ત વિસ્તારો એવા નર્મદા, વડોદરા, ભરૂચમાં NDRF કાર્યરત છે. ભરૂચમાં 3, નર્મદામાં 2, પંચમહાલમાં 1, અરવલ્લીમાં 1 NDRFની ટીમ ખડેપગે છે. વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં 1-1 NDRFની ટીમ તહેનાત છે. અન્ય વિસ્તારોમાં જરૂર પડશે તો NDRFના જવાનો સ્ટેન્ડ બાય રખાશે.
મહત્વનું છે કે ફરી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડશે. અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો