Monsoon 2023 : આ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 79.83 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત અને ઉપરવાસમાં સારો એવો વરસાદ થયો છે. જેના કારણે ગુજરાતના જળાશયોમાં (Water reservoir) પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે ગુજરાતના જળાશયો હવે છલકાવા લાગ્યા છે. ગુજરાતના 92 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ પર છે.
આ પણ વાંચો- Ahmedabad : બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં, જૂઓ Video
ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપેલી માહિતી અનુસાર રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ સીઝનનો કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
ગુજરાતની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,51,184 MCFT જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.