રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાને વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. તો બીજી તરફ ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video: ગીર સોમનાથમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન
હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમા .ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો છે. જેમાં લાઠીદડ, કારીયાણી, સાગાવાદ, પાટી, પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ પડયો છે. તો બીજી તરફ અમરેલીના ધારીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બજારોમાં ભર ઉનાળે નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.