Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આજે રાજ્યના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, જુઓ Video

|

Jun 16, 2023 | 2:19 PM

હવામાન વિભાગે (Meteorological Department) વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biparjoy : હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 66 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 34 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે અને 79% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે શુક્રવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 25 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે

નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે 83 % ભેજવાળુ પ્રમાણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 80 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:30 am, Thu, 15 June 23

Next Article