Gujarat weather forecast : ગુજરાતવાસીઓ આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આણંદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રીને પાર તાપમાન

|

May 09, 2023 | 9:23 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પરંતુ ગઈકાલથી ફરી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. તો જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે ગરમી

Gujarat weather forecast : ગુજરાતવાસીઓ આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આણંદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રીને પાર તાપમાન
Gujarat weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી  ( weather forecast) અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં કચ્છ, અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પરંતુ હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો એક થી બે ડિગ્રી વધશે.

આ પણ વાંચો : Gujarat Weather: આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ કેવુ રહેશે

આજે મંગળવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 27 % ની આસપાસ રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 30% રહેશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ભરુચ સહિત અનેક જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રી પાર

આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે 27% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 41 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જ્યારે ભાવનગરમાં ભેજનું વાતાવરણ 35% રહેશે.

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 રહેશે તો ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને 52% ભેજવાળુ વાતાવરણ રહેશે.

કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે.

તો આજે મંગળવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 25 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 29 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 60% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:43 am, Tue, 9 May 23

Next Article