ગુજરાતના માથેથી ચક્રવાતનું સંકટ ટળ્યુ ! વરસાદી સંકટ યથાવત્ રહેશે, 35-50 કિમી ઝડપે પવન ફુંકાશે

ગુજરાતના માથે તોળાતુ ચક્રવાતનું સંકટ હવે ઓછુ થતુ દેખાઇ રહ્યું છે..અરબ સાગરમાં બનેલું સાયક્લોન તેની દિશા બદલી ચૂક્યું છે પણ તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં વર્તાશે તે પણ નક્કી છે..હવામાન વિભાગ અને નિષ્ણાંતોએ આગાહી કરી છે તે મુજબ આવનાર 5 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

ગુજરાતના માથેથી ચક્રવાતનું સંકટ ટળ્યુ ! વરસાદી સંકટ યથાવત્ રહેશે, 35-50 કિમી ઝડપે પવન ફુંકાશે
| Updated on: May 24, 2025 | 9:45 AM

ગુજરાતના માથે તોળાતુ ચક્રવાતનું સંકટ હવે ઓછુ થતુ દેખાઇ રહ્યું છે..અરબ સાગરમાં બનેલું સાયક્લોન તેની દિશા બદલી ચૂક્યું છે પણ તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં વર્તાશે તે પણ નક્કી છે..હવામાન વિભાગ અને નિષ્ણાંતોએ આગાહી કરી છે તે મુજબ આવનાર 5 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

છેલ્લા 7 દિવસથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી. 21 મેના રોજ આ સિસ્સટમ લો પ્રેશર બની હતી અને આજે આ સિસ્ટમ થોડી વધારે મજબૂત બની ચૂકી છે. આ સિસ્ટમ દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી પણ એની મુવમેન્ટ ધીમી હતી. આ સિસ્ટમ ઉત્તર પશ્નિચ દિશામાં ફરે તો સાયક્લોન બનવાની સંભાવના હતી. આ સિસ્ટમ ગઇ કાલે મોડી રાત્રે તેની મુવમેન્ટમાં ફેરફાર આવ્યો અને ઉત્તર પૂર્વ તરફ ફંટાઇ છે એટલે સાયક્લોનના ખતરાથી સીધી રીતે બચી જઇશું પણ તે તેનો પ્રભાવ છોડીને જશે તે મનાઇ રહ્યું છે. માટે ગુજરાત સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે.

5 દિવસ વરસાદની આગાહી

ત્યારે હવામાન વિભાગે વધુ એક વરસાદની સિસ્ટમ એક્ટિવ હોવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે..ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે.

35-50 કિમી પવનની ગતિ રહેશે

આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે. રાજકોટ, જુનાગઢ ,અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર ,ગીર સોમનાથ, ભરૂચ, સુરત ,તાપીમાં પણ ઓરેન્જ અલર્ટ..વલસાડ ,દમણ અને દાદરા નગર વરસાદનું ઓરેન્જ અલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યેલો અલર્ટ છે..અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે..માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબસાગરમાં લો પ્રેશર બનતા તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસરના લીધે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખેડા આણંદ અને ખંભાતમાં વરસાદની પૂરી શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમવનાથ, જૂનાગઢ અને રાજકોટમા વરસાદની શક્યતાઓ છે.

ચક્રવાત સાયક્લોનમાં પરિવર્તીત થશે કે કેમ તેનું અનુમાન લગાવવું અઘરુ છે પણ તે ડિપ્રેશનમાં ચોક્કસ ફેરવાશે એટલે એ વાત નક્કી કે આ ડિપ્રેશન ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ લાવશે. જ્યારે વરસાદ આવશે ત્યારે ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે. 31 તારીખ સુધી તેની અસર જોવા મળશે. ગુજરાતના માથેથી ચક્રવાત ટકરાવવાનું સંકટ ટળ્યું છે તેવું લાગી રહ્યુ છે એટલે આ મોટા ખતરાથી બચી જઇશું પણ ડિપ્રેશનના કારણે વરસાદ આવશે તે તો નક્કી જ છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 9:44 am, Sat, 24 May 25