અમદાવાદ સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી, જુઓ VIDEO

|

Mar 30, 2023 | 10:38 AM

આજે કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. તો ઉતર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Ahmedabad : અમદાવાદ શહેર અને રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.ક્યાંક વરસાદી છાંટા પડી રહ્યા છે તો ક્યાંક ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.આગામી 24 કલાક સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. તો ઉતર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

 

Next Article